આ દિવસની અગત્યતા શું છે ? અમુલ ઓર્ગેનીક ફર્ટિલાઈઝર અમુલ ડેરી દ્વારા કેમ લોન્ચ કરવામાં આવ્યુ ? અત્યારે આનુ શું સ્ટેટસ છે આ વિશે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે વિસ્તારથી વાત કરી.
આવનારી પેઢી માટે આ પ્રકૃતિ વિરાસત બનીને રહેશે
રામસિંહ પરમારે જણાવ્યુ કે આપણે પ્રકૃતિ સાથે સુમેળ બનાવીને જીવન જીવવુ પડશે, જેથી આવનારી પેઢી માટે આ પ્રકૃતિ વિરાસત બનીને રહેશે. ખેડુત મિત્રોને વિનંતી કરતા રામસિંહે જણાવ્યુ કે ઓર્ગેનિક ખાતર બનાવીને વેચવાનુ કામ અમુલે શરૂ કર્યુ છે. જેથી ખેડુતોને ખુબ ફાયદો થશે. તેમણે જણાવ્યુ કે દીન પ્રતીદીન રોગોનુ પ્રમાણ વધતુ જાય છે. ટીબી, કેન્સર, હાર્ટ એટેક વગેરે જેવા રોગો ખેતીની અંદર જે પાક ઉભો કરવામાં આવે છે તેમા ફર્ટીલાઈઝર વાપરીએ છીએ તે ફર્ટીલીઝરના કારણે વધુ અસર થતી હોય છે. તેના બચાવ માટે અમુલે ઓર્ગેનીક ખાતર બનાવીને વેચવાનુ ચાલુ કર્યુ છે, ત્યારે દરેક ખેડુત મિત્રો, દુધ મંત્રી, ચેરમેન, સેક્રેટરી તેમજ સ્ટાફ મિત્રોને વિનંતી કરી છે કે આવનારા સમયમાં ફર્ટીલાઈઝરની જગ્યાએ ઓર્ગેનીક ફર્ટીલાઈઝર ખેડુતો માટે વપરાય તેના માટે પુરતો પ્રયત્ન કરીશુ.
રામસિંહે જણાવ્યુ કે ભવિષ્યના દિવસોની અંદર નવી પેઢીને પણ આનો ફાયદો થવાનો છે. જમીન કે જે દિવસે ને દિવસે બગડતી જાય છે, જેથી ઓર્ગેનીક ખાતર વાપરવુ જોઈએ, જેથી જમીન પણ સારી રહેશે અને પાક પણ સારો બનશે. ફર્ટીલાઈઝરના કારણે જે રોગો થતા હતા તે પણ અટકી જશે.
આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમીત્તે બધા ભેગા થયા છે ત્યારે, ચેરમેન, સેક્રેટરી, ખેડુતો, સેલ્સ ટીમ વગેરેને વિનંતી કરતા રામસિંહે કહ્યુ કે, આ અંગે ખુબ જ ધ્યાન આપી વધારેમાં વધારે ખેડુતોનો સંપર્ક કરી, ઓર્ગેનીક ખાતરનો વધુમાં વધુ ઉપયોગ કરો. ચેરમેન, સેક્રેટરીને વિનંતી કરતા તેમણે કહ્યુ કે તમારા ગામમાં જે મંડળી છે, સભાસદો છે, તેઓ વધારેમાં વધારે 50 થી 100 ખેડુતોને આ ઓર્ગેનીક ખાતર વિશે પુરે પુરૂ માર્ગદર્શન આપે અને ખેડુતોને ઓર્ગેનીક ખેતી તકફ વાળે, જેથી ગામની અંદર એક સારુ વાતાવરણ બનશે અને ખેડુતો સુખી થશે.
અમુલ ડેરીના એમડી અમિત વ્યાસ
અમુલ ડેરીના એમડી અમીત વ્યાસે જણાવ્યુ કે આપણે જ્યારે વિશ્વ પર્યાવરણના 75 માં વર્ષની ઉજવણી કરી તો આપણે જોયુ કે આપણે લગભગ 150 કરોડ લિટર દુધનુ સંપાદન કર્યુ છે. 10,300 કરોડનુ ટર્ન ઓવર કર્યુ છે, આપણે ખુબ નવા નવા પ્રોડક્ટ્સ બજારમાં મુક્યા અને તેને માર્કેટ સુધી પહોંચાડ્યા.
પર્યાવરણ વિશે વાત કરતા અમીત વ્યાસે કહ્યુ કે આપણે 75 વર્ષમાં એવુ વિચાર્યુ કે આપણે કેમ ઓર્ગેનીક ફર્ટીલાઈઝરમાં ના જવુ? તેના ભાગ રૂપે આજે આપણે 75 વર્ષના અંદર ઉજવણી કરવાનુ નક્કી કર્યુ છે. તેમણે કહ્યુ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નીમીત્તે અમુલ ડેરી સાથે જોડાયેલા તમામ મંડળીઓના સેક્રેટરી અને ચેરમેનશ્રીઓ, તમામ GFDના ડીલરો, જે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા છે, તમામ ફીલ્ડ સ્ટાફ, એના પેરાવેટ્સ અને સાથે સાથે મીલ્ક ટેસ્ટીંગ વેન સ્ટાફ તેમજ અમુલ ડેરીના સાથી મિત્રો વગેરે જેઓ આ ઉજવણીમાં જોડાયા છે તે દરેકને હું આવકારુ છું.
આ પણ વાંચો:વધુ એક ખાનગી એજન્સી ઘન કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરી સિમેન્ટ બેગ બનાવશે
હાલમાં પર્યાવરણ ઉપર ખુબ ભાર મુકવામાં આવી રહ્યો છે, જો તમને લાગે કે ગરમી વધી ગઈ છે કે વરસાદી વાતાવરણમાં ફેરફાર થયો છે, જ્યાં બરફ જામતો હતો, ત્યાં આજે બરફ નથી, યુરોપીયન દેશોમાં પુરની સ્થિતિ સર્જાય, થોડા સમય પહેલા મુંબઈમાં વરસાદ પડ્યો, ઉત્તરાંચલમાં પ્રલયની સ્થિતિ સર્જાઈ, તો આ બધાનુ કારણ શું? તેમણે કહ્યુ કે તેનુ કારણ ફક્ત ને ફક્ત માનવ દ્વારા પર્યાવરણ પર અત્યાચાર છે.
આપણે બધાએ ભેગા થઈને પર્યાવરણને બચાવવાનુ કામ કરવુ પડશે. પર્યાવરણ આપણને સાચવે છે, ઓક્સીજન આપે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડ લઈ લે છે.વધુમાં તેમણે કહ્યુ કે આપણા જંગલો કપાઈ ગયા, જેથી ભુસ્ખલન વધી ગયુ અને આ બધુ કેમ થયુ તેના પર લોકો વાતો કરતા હોય છે કે આપણે પર્યાવરણ બચાવવુ છે, તેના માટે આપણે બધાએ ભેગા થઈને કામ કરવુ પડશે.આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે, તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પર્યાવરણ સાથે હળી મળીને કેવી રીતે રહેવુ. તેના માટે પર્યાવરણને સાચવવુ ખુબ જ જરૂરી છે.
અમુલ ડેરીએ ગામડે-ગામડે જઈ પ્લાન્ટેશનનુ કામ શરુ કર્યુ
તેમણે જણાવ્યુ કે, અમુલ ડેરી વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ઉજવે છે. અમુલ ડેરીએ ગામડે-ગામડે જઈ પ્લાન્ટેશનનુ કામ શરુ કર્યુ છે. ગયા વર્ષે જીલ્લામાં 7 લાખના પ્લાન્ટેશન કર્યા અને આવનારા સમયમાં 10 કે 15 લાખ પ્લાન્ટેશન આપણે કરીએ તો તેમાંથી 40 કે 50 ટકા પણ જો બચી જાય આપણે ઉછેર કરીએ તો, જેટલુ વધારે ગ્રીનરી થશે તેટલુ વધારે પ્લાન્ટેશન સારૂ રહેશે. વધુમાં તેમણે કહ્યુ કે પર્યાવરણના કારણે સૌથી વધારે અછત પાણીની થશે. હાલ ગામડાઓમાં પાણીની અછત સર્જાઈ રહી છે, જેથી પાણી લેવા માટે ગામના લોકોને દુર દુર સુધી જવુ પડે છે. જેના ભાગ રૂપે અમુલ ડેરી દ્વારા પર્યાવરણને બચાવવા ખુબ મોટી પહેલ કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે ઓર્ગેનીક ફર્ટીલાઈઝર લોન્ચ કરવામાં આવ્યુ છે.
જો આજે આપણે ઓર્ગેનીક ખેતીનુ કામ શરૂ કરીશુ તો, 3 કે 4 વર્ષ પછી આનુ બજાર ખુબ સારૂ હશે. તેના ભાગ રૂપે અમુલ દ્વારા ઓર્ગેનીક ફર્ટીલાઈઝર મુકવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ, પર્યાવરણને દુષિત કરતી સૌથી મોટી વસ્તુ પ્લાસ્ટીક છે. પ્લાસ્ટીકનો વપરાશ કેવી રીતે ઘટાડી શકાય તેના પર અમુલ ડેરી દ્વારા કામ કરવામાં આવ્યુ છે. વિશ્વ પર્યાવરણ દિવસ નીમીત્તે અમુલ ડેરી દ્વારા એક મોટુ અભિયાન 4 કે 5 ગામોમાં ચલાવવામાં આવ્યુ છે. અને આખુ ગામ પ્લાસ્ટીક મુક્ત કરવામાં આવ્યુ હતુ. પર્યાવરણને વચાવવા માટે લોકોને જાગૃત કરવાની જરૂર છે.
જે ખેડુત ઓર્ગેનીક ફર્ટીલાઈઝર લે છે, તો એને જ્યારે સ્પ્રે કરવાનુ આવે તો, ખેતર સુધી અમુલ દ્વારા છંટકાવ કરવામાં આવે છે, જેથી ખેડુતનો ખર્ચ ઓછો થઈ જાય છે. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા તમામ લોકોને વિનંતી કરી કે જેટલુ બને તેટલુ ઓર્ગેનીક ફર્ટીલાઈઝરનો ઉપયોગ ખેડુત કરે તે માટે ખેડુતોને જાગૃત કરવાની જરૂર છે. પ્રકૃતિની આપણે કેવી રીતે નજીક જઈ શકીએ તે માટેનુ કામ કરવાની જરૂર છે.
આ પણ વાંચો:32 વર્ષ બાદ 129 કૃષિ પદાધિકારીઓને મળ્યા નિમણૂક પત્ર, ખેડૂતોને થશે ફાયદો
Share your comments