હવે ખેતીને માત્ર ઉત્પાદકતા નહિ પણ ઇકોનોમિકસ ની દૃષ્ટિએ જોવાનો સમય આવી ગયો છે.
ઉપરોક્ત વાક્ય દેશના જાણીતા એગ્રો ઇકોનોમિસ્ટ,સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિજય સરદાના એ નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના નવસારી ખાતેના અમૃત મહોત્સવ ઉજવણી સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉચ્ચાર્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે કૃષિ નફાકારક થઈ શકે પણ આપણે તેને ગરીબી સાથે જોડી દીધી છે.આઝાદીના 75 વર્ષમાં ખેડૂતોએ ઉત્પાદન કરવાનુ જ શીખ્યા પણ કમાઈ કઈ રીતે થઈ શકે તે નહિ શીખ્યા. સરદાના એ પ્રોડકટની કીમત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે જો બજારમાં શાકભાજી વિગેરે ખેતપેદાશો જે કિંમતે વેચાય તેની અડધી કિંમત પણ ખેડૂતને મળે તો ખેડૂતની આવક બમણી નહિ પણ ચાર ઘણી થઈ જાય.
આ પણ વાંચો : કૃષિ જાગરણ અને વિજય સરદાનાએ એમઓયુ પર કર્યા હસ્તાક્ષર, કૃષિની સુધારણા માટે સાથે મળીને કરશે કામ
આપણે જેટલા સીધા ગ્રાહક પાસે જઈશું તેટલી કિંમત વધુ મળશે. તેમણે પોતાના પ્રવચનમાં ખેતપેદાશોનું ઓનલાઈન માર્કેટિંગ,ચોખા ઘઉં શેરડી વિગેરે પાકો ઉપરાંત અન્ય પાકો ઉપર ફોકસ કરવા સહિતના મુદ્દાઓ ઉપર ટકોર કરી હતી. સમારોહમાં અન્ય વક્તા સૃજલપાલ સિહે પણ ઉપયોગી સૂચનો કર્યા હતા.નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ બદલાતા જતા સમયમાં ખેડૂતોને નવી દિશામાં વિચારવાનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સ્ટેટ ફૂડ એન્ડ વેજીટેબલ માર્કેટ ફેડરેશનના પ્રમુખ રાજેશભાઈ પટેલે પણ ઉદબોધન કર્યું હતું.સંઘના પ્રમુખ દીપકભાઈ પટેલે આવકાર પ્રવચન,ઉપપ્રમુખ દિલીપભાઈ રાયકાએ પ્રાસંગીક પ્રવચન અને મેનેજર સંજય દેસાઈએ મહેમાનોનો પરિચય આપ્યો હતો.પૂર્વ હોદ્દેદારોનું સન્માન કરાયું તથા પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.ઉપસ્થિત અગ્રણીઓએ આ તબક્કે સંસ્થાના સ્થાપકો સ્વ લાલભાઈ નાયક વગેરેને યાદ કર્યા હતા અને સંસ્થાની ગૌરવગાથા વર્ણવી હતી. આ સાથે ખેડૂતોને તેમના પાકોની સારી આવક મળે અને દરેક ખેડૂત પોતાના ખેતીનો વ્યવસાય વધુ ને વધુ પ્રગતિશીલ બનાવે તે માટે વિજય સરદાના એ તમામ માહિતીનું આદાન - પ્રદાન કર્યું હતું.
Share your comments