વિશ્વાસ સે વિકાસ કાર્યક્રમ પ્રસંગે આશરે 1180 કરોડનાં 519 કામોનું ઉદઘાટન અને લોકાર્પણ થયું છે જે ગુજરાતના વિકાસની કદી ન અટકનારી યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ છે
નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતની જનતાના વિશ્વાસ અને સરકારે કરેલા વિકાસને વેગ આપવાનો પણ દિવસ છે
છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, ઊર્જા, કૃષિ, ઉદ્યોગ, સમાજ કલ્યાણ અને પર્યટન સહિત દરેક ક્ષેત્રની અંદર આદર્શ વ્યવસ્થા ઊભી કરવાનું કામ થયું છે
મોદીજીએ જે પરંપરા સ્થાપિત કરી હતી એ વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારે ચરિતાર્થ કરીને તેને બમણી ગતિએ આગળ વધારી છે અને તેનાં પરિણામો જમીન પર દેખાય છે
છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતની અર્થવ્યવસ્થાએ 8.2 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે અને કોરોના કાળ હોવા છતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે તે વિકાસદર જાળવી રાખ્યો છે, જે એક બહુ મોટી સિદ્ધિ છે
છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં કુલ 31.3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું, જેમાંથી 57 ટકા એટલે કે આશરે 17.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ માત્ર ગુજરાતમાં જ આવ્યું હતું, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતે આ વર્ષે પણ આ રેકોર્ડ જાળવી રાખ્યો છે
શ્રી ભૂપેન્દ્ર પટેલે વેદાંતા સાથે 1 લાખ 40 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો છે જે સમગ્ર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં એક બહુ મોટી ઉપલબ્ધિ છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતને આત્મનિર્ભર બનાવવા અને આગળ વધારવા માટે આપેલા મંત્રને ચરિતાર્થ કરવામાં આજનો આ એમઓયુ એક બહુ મોટી સિદ્ધિ હાંસલ કરવા જેવું છે
છેલ્લાં એક વર્ષમાં ગુજરાતે સુશાસન સૂચકાંક એટલે કે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, સાથે જ 2021માં નિકાસ સૂચકાંકમાં પણ રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે
ઊર્જા અને આબોહવા સૂચકાંક એસસીસીઆઈ રાઉન્ડ વનમાં ગુજરાત વર્ષ 2022માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, એસબીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 30માં ગુજરાત આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે
નીતિ આયોગે હર ઘર જલ, ગ્રામીણ વિકાસ અને પીએમજેએવાય જેવી ફ્લેગશિપ યોજનાઓમાં ગુજરાતને સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન આપ્યું છે
આ તમામે એ વાત સાબિત કરી છે કે શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી પરંપરાને અનુસરીને ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય બનાવ્યું છે
એક સમયે કરફ્યુ અને બંધનો ભોગ બનેલું ગુજરાત આજે શાંતિ સાથે સમૃદ્ધિ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે
આટલી મોટી સમુદ્રી અને જમીન સરહદ હોવા છતાં છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં એક પણ આતંકવાદી ઘટના ન બનવી એક બહુ મોટી ઉપલબ્ધિ છે, ગુજરાતે ભારત સરકારના માદક દ્રવ્યોનાં અભિયાનને પણ મજબૂત બનાવ્યું છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાનાં ઉપલક્ષ્યમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, તેમના મંત્રી મંડળના સભ્યો અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વાસ સે વિકાસ કાર્યક્રમ પ્રસંગે આશરે રૂ. ૧૧૮૦ કરોડના ૫૧૯ કામોનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે ગુજરાતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ મુકામ છે. ગૃહ પ્રધાને કહ્યું કે આમાં તેમના સંસદીય ક્ષેત્રમાં ૧૭૦ પ્રોજેક્ટ્સમાં ૩૪૬ કરોડ રૂપિયાના લોકાર્પણ અને શિલાન્યાસનો સમાવેશ થાય છે. તેમણે આ માટે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતની જનતાનો વિશ્વાસ અને સરકારે કરેલા વિકાસને વેગ આપવાનો પણ દિવસ છે. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતે શિક્ષણ, આરોગ્ય, પાણી, ઊર્જા, કૃષિ, ઉદ્યોગ, સમાજ કલ્યાણ અને પર્યટન સહિત દરેક ક્ષેત્રની અંદર આદર્શ વ્યવસ્થા ઊભી કરવાનું કામ કર્યું છે. મોદીજીએ જે પરંપરા પ્રસ્થાપિત કરી હતી એ હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારે ચરિતાર્થ કરીને તેને બમણી ગતિએ આગળ વધારી છે અને આજે તેનાં પરિણામો જમીન પર દેખાય રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કાયદો અને વ્યવસ્થા, ઔદ્યોગિક અને કૃષિ વિકાસ, રોજગારી, વિદેશી રોકાણ અને ખાસ કરીને કુદરતી ખેતીમાં જે કામગીરી થઇ છે તેનાથી શ્રી પટેલ સામે પ્રશ્નો ઉઠાવનારા લોકોનાં મોંઢા બંધ કરી દીધાં છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં ગુજરાતે પ્રગતિનાં દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈ હાંસલ કરી છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતની અર્થવ્યવસ્થાએ 8.2 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે અને કોરોના કાળ હોવા છતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે તે વિકાસદર જાળવી રાખ્યો છે, જે એક બહુ મોટી સિદ્ધિ છે. છેલ્લાં એક વર્ષમાં ગુજરાતે સૌથી વધુ 18.14 ટકાની ઉચ્ચતમ ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં કુલ 31.3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં આવ્યું છે, જેમાંથી 57 ટકા એટલે કે રૂ.17.60 લાખ કરોડનું રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતે આ વર્ષે પણ આ રેકોર્ડ જાળવી રાખ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, શ્રી ભૂપેન્દ્ર પટેલે વેદાંતા સાથે આજે 1 લાખ 40 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો છે, જે સમગ્ર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં એક મોટી ઉપલબ્ધિ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતને આત્મનિર્ભર બનાવવા અને આગળ વધારવા આપેલા મંત્રને ચરિતાર્થ કરવામાં આજનો આ એમઓયુ એક બહુ મોટી ઉપલબ્ધિ સિદ્ધિ મેળવવા જેવું છે. તેમણે કહ્યું કે, 2021-22માં દેશની 30 ટકા નિકાસ ગુજરાતે કરી છે અને આ છેલ્લાં એક વર્ષની સૌથી મોટી રેકોર્ડ અને સૌથી મોટી ઉપલબ્ધિ છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં ગુજરાતે સુશાસન સૂચકાંક એટલે કે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ રાજ્યએ 2021માં નિકાસ સૂચકાંકમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ૨૦૨૨માં ઊર્જા અને ક્લાઇમેટ ઇન્ડેક્સ એસસીસીઆઇ રાઉન્ડ ૧માં ગુજરાત રાજ્ય દેશમાં એકંદરે પ્રથમ સ્થાને છે. હર ઘર જલ, ગ્રામીણ વિકાસ અને પીએમજેએવાય જેવી મુખ્ય યોજનાઓમાં નીતિ આયોગે સમગ્ર ભારતમાં ગુજરાતને પ્રથમ સ્થાન આપ્યું છે. આ તમામે એ વાત સાબિત કરી છે કે શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી પરંપરાને અનુસરીને ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય બનાવ્યું છે. શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ અદ્ભુત સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રોનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેમજ ગુજરાત સરકારે ભારત સરકાર સાથે મળીને ફાઇવ સ્ટાર રેલવે સ્ટેશનનો કોન્સેપ્ટ આગળ વધાર્યો છે અને 790 કરોડના ખર્ચે અમદાવાદ રેલવે સ્ટેશન નવું બનવા જઇ રહ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, એક સમયે કરફ્યૂ અને બંધનો ભોગ બનેલું ગુજરાત આજે શાંતિ સાથે સમૃદ્ધિ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. આટલી મોટી દરિયાઈ અને જમીન સરહદ હોવા છતાં છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં એક પણ આતંકવાદી ઘટના બની નથી તે એક મોટી સિદ્ધિ છે. તેમણે કહ્યું કે ગુજરાતે ભારત સરકારના નાર્કોટિક્સ અભિયાનને પણ મજબૂત બનાવ્યું છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે, 13 સપ્ટેમ્બરનો દિવસ ભારતના ઈતિહાસનો ઐતિહાસિક દિવસ છે. આ દિવસે ગુજરાતના સપૂત અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના નિઝામે હૈદરાબાદનું ભારતમાં વિલય ન થાય તે માટે ઊભા કરેલા અવરોધો સામે પોલીસ કાર્યવાહી કરીને હૈદરાબાદને ભારતમાં ભેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. 17 સપ્ટેમ્બરે હૈદરાબાદ ભારતમાં ભળી ગયું અને આ ચાર દિવસને દેશના દક્ષિણ ભાગને ભારતનું અભિન્ન અંગ બનાવવાના સુવર્ણ કાળ તરીકે લખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મહાન ક્રાંતિકારી જતીનદાસે અંગ્રેજોના અમાનુષી અત્યાચાર સામે લાહોર જેલમાં 63 દિવસની ભૂખ હડતાલ બાદ આ દિવસે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું હતું. 63 દિવસની આ ભૂખ હડતાળે 1929માં સમગ્ર ભારતના યુવાનોમાં એક નવી ચેતના જગાડવાનું કામ કર્યું હતું અને જતીનદાસે પોતાનાં જીવનનું બલિદાન આપીને ભારતની મુક્તિની ચળવળને વેગ આપવાનું કામ કર્યું હતું.
આ પણ વાંચો:કેબિનેટે ઘઉં અથવા મેસ્લિન લોટ માટે નિકાસ નીતિને મંજૂરી આપી
Share your comments