Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અમિત શાહ ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગનું ઇ-લોન્ચિંગ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જૂનના રોજ સહકારી સંસ્થાઓને GeM દ્વારા વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવાની મંજૂરી આપવા માટે GeM માટેના મેન્ડેટનું વિસ્તરણ કરવા માટે મંજૂરી આપી હતી

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
amit shah
amit shah

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ (NCUI) ના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી પણ હાજરી આપશે

સહકારિતા મંત્રાલયે સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગની સુવિધા માટે NCUIને નોડલ એજન્સી બનાવી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હી ખાતે GeM પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગનું ઇ-લોન્ચિંગ કરશે. સહકાર મંત્રાલય (ભારત સરકાર), NCUI અને GeMના ઉપક્રમે યોજવામાં આવનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ (NCUI)ના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહેશે. આ ઇ-લોન્ચિંગ સાથે જ, તમામ પાત્રતા ધરાવતી સહકારી મંડળીઓ GeM પોર્ટલ પર ઓર્ડર આપવાનું શરૂ કરી શકશે. તાજેતરમાં, સહકારિતા મંત્રાલયે તેની એડવાઇઝરીમાં NCUI ને સહકારી સંસ્થાઓને ઓનબોર્ડિંગની સુવિધા આપવા માટે,GeM ઓથોરિટીઝ સાથે સંકલન કરવા માટે અને ઓન-બોર્ડિંગની પ્રક્રિયામાં સહકારી સંસ્થાઓ લાવવાની પ્રક્રિયા માટે નોડલ એજન્સી બનાવી હતી.

NCUI એ રૂ. 100 કરોડના ટર્નઓવર/થાપણો ધરાવતી સહકારી સંસ્થાઓની એક યાદી તૈયાર કરી છે અને ઓનબોર્ડિંગની પ્રક્રિયા શરૂ કરવા માટે GeMને આ માહિતી મોકલી આપી છે. 589 સહકારી સંસ્થાઓને ઓનબોર્ડિંગ માટે પાત્ર ધરાવતી સંસ્થાઓ તરીકે અલગ તારવવામાં આવી છે. NCUI દ્વારા તમામ સહકારી સંઘોને પત્ર લખવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય તેમજ રાજ્ય સંઘોને અને વિસ્તાર અનુસાર પાત્રતા ધરાવતી સહકારી મંડળીઓને GeM પોર્ટલના લાભો વિશે માહિતગાર કરવા માટે તેમની સાથે વર્ચ્યુઅલ મીટિંગ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. NCUI અને GeM અધિકારીઓની એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેથી તેઓ વ્યક્તિગત સહકારી સંસ્થાઓને કૉલ/મેલ કરી શકે અને તેમને ઓનબોર્ડિંગ અને નોંધણી કરાવવા માટે અનુરોધ કરી શકે. આ સમગ્ર પ્રક્રિયામાં સહકારી સંસ્થાઓને મદદ કરવા માટે NCUI ખાતે GeM ટેકનિકલ ટીમના હેલ્પડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.

GeMની સ્થાપના રાષ્ટ્રીય ખરીદી પોર્ટલ તરીકે કરવામાં આવી છે જેથી સામાન્ય વપરાશની વસ્તુઓ અને સેવાઓ માટે પારદર્શક અને કાર્યક્ષમ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગો/ મંત્રાલયો,PSU વગેરે માટે આરંભથી અંત સુધીનું ઑનલાઇન માર્કેટપ્લેસ પૂરી પાડી શકાય. આ પ્લેટફોર્મ પર ખરીદદારો તરીકે સહકારી મંડળીઓની નોંધણી કરવા માટે અત્યાર સુધી GeM સક્ષમ ન હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જૂનના રોજ સહકારી સંસ્થાઓને GeM મારફતે વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવાની મંજૂરી આપવા માટે GeM માટેના મેન્ડેટમાં વિસ્તરણ કરવાની મંજૂરી આપી છે. ખુલ્લી અને પારદર્શક પ્રક્રિયાના કારણે સહકારી સંસ્થાઓને સ્પર્ધાત્મક ભાવો મળવાની સાથે સાથે, એક જ પ્લેટફોર્મ પર દેશભરમાં ઉપલબ્ધ લગભગ 45 લાખ પ્રમાણિત વિક્રેતાઓ/સેવા પ્રદાતાઓ પાસેથી તેઓ ખરીદી પણ કરી શકશે. આ ઉપરાંત, આનાથી સમયની બચત થશે અને સહકારી સંસ્થાઓ માટે વહીવટી ખર્ચમાં ઘટાડો આવશે.

સહકારી મંડળીઓ/બેંકોના ઓનબોર્ડિંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, તાજેતરના ઓડિટ કરવામાં આવેલા નાણાકીય સ્ટેમેન્ટ અનુસાર રૂ. 100 કરોડથી વધુનું ટર્નઓવર/થાપણો અને A ગ્રેડનું ઓડિટીંગ ધરાવતી સહકારી મંડળીઓ/બેંકોને ઓનબોર્ડિંગ માટે હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:NITI Aayog Meeting: PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક, NEP 2020 અને G20 પર કરવામાં આવી ચર્ચા

Share your comments

Subscribe Magazine

More on News

More