Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અમિત શાહે આજે અમદાવાદના કાંકરિયા ખાતે છઠ્ઠા અખિલ ભારતીય પ્રિઝન ડ્યૂટી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બીજી વખત આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પણ એક ખૂબ જ સંયોગની વાત છે કે જ્યારે ગુજરાતમાં પ્રથમ જેલ સંમેલન યોજાયું હતું ત્યારે શ્રી નરેન્દ્ર મોદીજી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ રાજ્યના ગૃહ મંત્રી હતા, અને આજે હવે મોદીજી દેશના પ્રધાનમંત્રી છે અને તેઓ દેશના ગૃહ મંત્રી છે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
amit shah
amit shah

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બીજી વખત આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પણ એક ખૂબ જ સંયોગની વાત છે કે જ્યારે ગુજરાતમાં પ્રથમ જેલ સંમેલન યોજાયું હતું ત્યારે શ્રી નરેન્દ્ર મોદીજી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ રાજ્યના ગૃહ મંત્રી હતા, અને આજે હવે મોદીજી દેશના પ્રધાનમંત્રી છે અને તેઓ દેશના ગૃહ મંત્રી છે

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ જેલ સંમેલન માત્ર સકારાત્મક રીતે રમતગમતની ભાવનાને વેગ આપશે એવું નથી પરંતુ, સાથે સાથે અહીં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સહભાગીઓ વચ્ચેના વાર્તાલાપ અને સફળ અનુભવોના આદાન-પ્રદાનથી જેલના પ્રશાસનને પણ ફાયદો થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર રચાયા પછીખૂબ જ વ્યાપક સમીક્ષા કરીને પછી જૂના જેલ મેન્યુઅલને બદલે 2016માં એક મોડેલ જેલ મેન્યુઅલ લાવવામાં આવ્યું હતું

જેલ પ્રશાસન પણ દેશની આંતરિક સુરક્ષાનો એક મહત્વનો ભાગ છે અને આપણે તેને અવગણી શકીએ નહીંસમાજમાં જેલને જે રીતે દૃષ્ટિકોણથી જોવામાં આવે છે તેમાં પણ પરિવર્તન લાવવાની જરૂર છે

સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છેપરંતુ જેલ પ્રશાસનની પણ જવાબદારી છે કે જો કોઇ વ્યક્તિ સ્વભાવગત અને રીઢો ગુનેગારો ન હોય તો તેઓ આવા તમામ કેદીઓને સમાજમાં ફરીથી સ્થાપિત થવાનું તેઓ માધ્યમ બને

સજા પામેલા કેદીઓમાંથી 90% એવા કેદીઓ હોય છે જેમનું સમાજમાં પુનર્વસન ખૂબ જ મહત્વપૂર્ણ છેમાત્ર માનવીય દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે

આ સંમેલનની અંદર અનેક પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થવા જઇ રહ્યું છેજેના કારણે જેલ પ્રશાસનના કર્મચારીઓ અને અધિકારીઓમાં પુનર્વસનની પ્રક્રિયા પ્રત્યે સંવેદનશીલતા પેદા કરશે

2016માં મોદીજી દ્વારા લાવવામાં આવેલા મોડેલ જેલ મેન્યુઅલમાં અનેક સુધારાત્મક મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા છે અને તેમાં કેદીઓના માનવ અધિકાર, સુધારા અને પુનર્વસન તેમજ નિયમ અને કાયદાઓમાં મૂળભૂત એકરૂપતા લાવવા માટે જેલમાં કોમ્પ્યુટરાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે

જેમાં મહિલા કેદીઓના અધિકારો માટે વિશેષ જોગવાઇ કરવાની સાથે સાથે આફ્ટર કેર સુવિધાજેલના નિરીક્ષણ માટે સારી વૈજ્ઞાનિક નિયમાવલીમૃત્યુદંડની સજા પામેલા કેદીઓના અધિકારોને સામેલ કરાયા છે અને જેલ સુધારણા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અનેક સારી જોગવાઇઓ કરવામાં આવી છે

જેલ મેન્યુઅલ બાદ સરકાર હવે મોડલ જેલ અધિનિયમ પણ લાવવા જઇ રહી છેજેની મદદથી અંગ્રેજોના સમયથી ચાલતા આ અધિનિયમમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે

અત્યારે તમામ રાજ્યો સાથે આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે અને વિશ્વાસ છે કે આગામી મહિનાની અંદર એક મોડેલ જેલ અધિનિયમ લાવવામાં આવશે જે આપણા દેશની તમામ જેલોને અત્યાધુનિક બનાવશે

તમામ રાજ્યોએ પણ જેલોમાં વધુ પડતી ભીડની દિશાના સંદર્ભમાં વિચારવું પડશે કારણ કે જ્યાં સુધી ભીડ ઓછી નહીં થાય ત્યાં સુધી જેલ પ્રશાસનને વધુ સારું બનાવી શકાશે નહીં

આનો સામનો કરવા માટે તમામ રાજ્યોએ દરેક જિલ્લા જેલમાં અદાલતો સાથે વીડિયો કોન્ફરન્સની સુવિધા પૂરી પાડવી જોઇએ

દેશમાં જેલ ક્ષેત્રની અવગણના કરવામાં આવી હતી અને જેલ એક ઉપેક્ષિત ક્ષેત્ર રહ્યું છેએવા કેટલાય રાજ્યો છે કે જ્યાં હજુ પણ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી જેલ યથાસ્થિતિમાં છે

આજે તેમનું આધુનિકીકરણ કરવાની સાથે-સાથે તેમને ટેકનોલોજીથી સજ્જ કરવીસુરક્ષાની દૃષ્ટિએ તેમને સંપૂર્ણ યોગ્ય બનાવવી અને કેદીઓને રહેવાની સારી વ્યવસ્થા કરવી એ ખૂબ જ જરૂરી છે

અંગ્રેજોના જમાનામાં જે કેદીઓ આવતા હતા તેઓ મોટાભાગે રાજકીય કેદીઓ હતાતેમને ત્રાસ આપવો એ અંગ્રેજો માટે તેમનું શાસન જાળવવાનું સાધન બની શકતું હતું પરંતુ હવે દેશ આઝાદ થઇ ગયો છે અને જેલ પ્રત્યેના દૃષ્ટિકોણનું ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર છે

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની જનતાને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છેસ્વાસ્થ્યને ઠીક કરવાની સાથે સાથે શરીરને એવી રીતે રાખવું જોઇએ કે જેનાથી કોઇને હોસ્પિટલમાં જવાની જરૂર જ ના પડે અને આ જ ફિટ ઇન્ડિયાનો મૂળ મંત્ર છે

રમતગમતની ભાવના આપણને આદર્શ માનવ બનાવવાની દિશામાં આગળ લઇ જાય છેમાત્ર રમતગમતો દ્વારા જ જીતનો જુસ્સો અને હારને પચાવવાની હિંમત કેળવી શકાય છે

જે વ્યક્તિમાં જીતવાનો જુસ્સો અને હાર પચાવવાની હિંમત નથી હોતી તેઓ જીવનમાં કંઇ જ કરી શકતા નથી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદના કાંકરિયા ખાતે 6ઠ્ઠા અખિલ ભારતીય પ્રિઝન ડ્યૂટી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D) દ્વારા યોજવામાં આવેલા આ ત્રણ દિવસીય જેલ સંમલેનના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ અને BPR&Dના મહાનિદેશક સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ અહીં ઉપસ્થિતોને આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ પ્રિઝન સંમેલન માત્ર સકારાત્મક રીતે રમતગમતની ભાવનાને વેગ આપશે એવું નથી પરંતુ, સાથે સાથે અહીં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સહભાગીઓ વચ્ચેના વાર્તાલાપ અને સફળ અનુભવોના આદાન-પ્રદાનથી જેલના પ્રશાસનને પણ ફાયદો થશે. શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બીજી વખત આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ પણ એક ખૂબ જ સંયોગની વાત છે કે જ્યારે ગુજરાતમાં પ્રથમ વખત જેલ સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે શ્રી નરેન્દ્ર મોદીજી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ રાજ્યના ગૃહ મંત્રી હતા, અને આજેહવે મોદીજી દેશના પ્રધાનમંત્રી છે અને તેઓ દેશના ગૃહ મંત્રી છે. તેથી તેમને ખૂબ જ આનંદ છે કે ખેલાડીઓને આવકારવા માટે તેઓ બંને બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, BPR&D દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા સાથે સંબંધિત ઘણા વિષયો અને પાસાઓ પર સમગ્ર દેશમાં એક સમાન અને સામાન્ય કાર્યક્રમ બનાવવાનું કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, જેલ પ્રશાસન પણ દેશની આંતરિક સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેને અવગણી શકીએ નહીં. સમાજમાં જેલને જોવા માટેનો જે દૃષ્ટિકોણ છે તેમાં પણ પરિવર્તન લાવવાની જરૂર ઘણી છે. તેમણે કહ્યું હતું કે જો સજા નહીં હોય તો ડર નહીં હોય, અને જો ડર નહીં હોય તો શિસ્ત પણ નહીં હોય અને જો શિસ્ત નહીં હોય તો આપણે સ્વસ્થ સમાજની કલ્પના કરી શકતા નથી. આથી, સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જેલ પ્રશાસનની પણ જવાબદારી છે કે જો કોઇ વ્યક્તિ સ્વભાવગત અને રીઢો ગુનેગારો ન હોય તો તેઓ આવા તમામ કેદીઓને સમાજમાં ફરીથી સ્થાપિત થવાનું તેઓ માધ્યમ બને. શ્રી અમિત શાહે આગળ ઉમર્યું હતું કે, સજા પામેલા કેદીઓમાંથી 90% એવા કેદીઓ હોય છે જેમનું સમાજમાં પુનર્વસન ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને માત્ર માનવીય દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંમેલનની અંદર અનેક પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે, જેનાથી જેલ પ્રશાસનના કર્મચારીઓ અને અધિકારીઓમાં પુનર્વસન પ્રક્રિયા માટે સંવેદનાનું નિર્માણ થશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર રચાયા પછી, ખૂબ જ વ્યાપક સમીક્ષા કરીને પછી જૂના જેલ મેન્યુઅલને બદલે 2016 માં એક મોડેલ જેલ મેન્યુઅલ લાવવામાં આવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી માત્ર 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ જેલ મેન્યુઅલ અપનાવ્યું છે. ગૃહ મંત્રીએ તમામ રાજ્યોને મોડલ પ્રિઝન મેન્યુઅલ 2016નો તાત્કાલિક ધોરણે સ્વીકાર કરવા અને તેના આધારે પોતપોતાના રાજ્યોમાં જેલ સુધારણાના કાર્યક્રમને આગળ વધારવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે મોડેલ જેલ મેન્યુઅલમાં અનેક સુધારાત્મક મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા છે અને તેમાં કેદીઓના માનવ અધિકાર, સુધારા અને પુનર્વસન તેમજ નિયમ અને કાયદાઓમાં મૂળભૂત એકરૂપતા લાવવા માટે જેલમાં કોમ્પ્યુટરાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં મહિલા કેદીઓના અધિકારો માટે વિશેષ જોગવાઇ કરવાની સાથે સાથે આફ્ટર કેર સુવિધા, જેલના નિરીક્ષણ માટે સારી વૈજ્ઞાનિક નિયમાવલી, મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના અધિકારોને સામેલ કરાયા છે અને જેલ સુધારણા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અનેક સારી જોગવાઇઓ કરવામાં આવી છે

શ્રી અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, જેલ મેન્યુઅલ બાદ સરકાર હવે મોડલ જેલ અધિનિયમ પણ લાવવા જઇ રહી છે, જેની મદદથી અંગ્રેજોના સમયથી ચાલતા આ અધિનિયમમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. અત્યારે તમામ રાજ્યો સાથે આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે અને વિશ્વાસ છે કે આગામી 6 મહિનાની અંદર એક મોડેલ જેલ અધિનિયમ લાવવામાં આવશે જે આપણા દેશની તમામ જેલોને અત્યાધુનિક બનાવશે. ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, તમામ રાજ્યોએ પણ જેલોમાં વધુ પડતી ભીડની દિશાના સંદર્ભમાં વિચારવું પડશે કારણ કે જ્યાં સુધી ભીડ ઓછી નહીં થાય ત્યાં સુધી જેલ પ્રશાસનને વધુ સારું બનાવી શકાશે નહીં. તેમણે રાજ્યોને અનુરોધ કર્યો કે, આ સમસ્યાનો સામનો કરવા માટે તમામ રાજ્યોએ દરેક જિલ્લા જેલમાં અદાલતો સાથે વીડિયો કોન્ફરન્સની સુવિધા પૂરી પાડવી જોઇએ. શ્રી શાહે આગળ કહ્યું હતું કે કટ્ટરપંથનો પ્રચાર કરનારાઓ અને માદક દ્રવ્યોનો ફેલાવો કરવા બદલ જેલમાં ધકેલવામાં આવ્યા હોય તેવા કેદીઓને જેલમાં અલગ રાખવાની વ્યવસ્થા પણ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, જેલની અંદર ગેંગની સ્થિતિને નિયંત્રણ લેવા માટે મેન્યુઅલમાં ઘણી માહિતી પણ આપવામાં આવી છે.

શ્રી અમિત શાહે કહ્યું કે, આ દેશમાં જેલ ક્ષેત્રની અવગણના કરવામાં આવી હતી અને જેલ એક ઉપેક્ષિત ક્ષેત્ર રહ્યું છે. રાજ્યોને અનુરોધ કરતાં તેમણે કહ્યું હતું કે, એવા કેટલાય રાજ્યો છે કે જ્યાં હજુ પણ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી જેલ યથાસ્થિતિમાં છે. આજે તેમનું આધુનિકીકરણ કરવાની સાથે-સાથે તેમને ટેકનોલોજીથી સજ્જ કરવી, સુરક્ષાની દૃષ્ટિએ તેમને સંપૂર્ણ યોગ્ય બનાવવી અને કેદીઓને રહેવાની સારી વ્યવસ્થા કરવી એ ખૂબ જ જરૂરી છે. કેદીઓ માટે પુસ્તકાલય બનાવવું, તેમને વિવિધ પ્રકારનું શિક્ષણ આપીને તેમનું પુનર્વસન કરવું, તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, જેલમાં જ સારી હોસ્પિટલ અને માનસિક વિકાસ માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવા વગેરે થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજોના જમાનામાં જે કેદીઓ આવતા હતા તેઓ મોટાભાગે રાજકીય કેદીઓ હતા, તેમને ત્રાસ આપવો એ અંગ્રેજો માટે તેમનું શાસન જાળવવાનું સાધન બની શકતું હતું પરંતુ હવે દેશ આઝાદ થઇ ગયો છે અને જેલ પ્રત્યેના દૃષ્ટિકોણનું ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની જનતાને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે, સ્વાસ્થ્યને ઠીક કરવાની સાથે સાથે શરીરને એવી રીતે રાખવું જોઇએ કે જેનાથી કોઇને હોસ્પિટલમાં જવાની જરૂર જ ના પડે અને આ જ ફિટ ઇન્ડિયાનો મૂળ મંત્ર છે શ્રી અમિત શાહે જેલ સંમેલનમાં ભાગ લેનારા ખેલાડીઓને જણાવ્યું હતું કે, ખેલદિલી એ એકમાત્ર એવી બાબત છે જે આપણને આદર્શ માણસ બનાવવાની દિશામાં આગળ લઇ જાય છે. માત્ર રમતગમતો દ્વારા જ જીતનો જુસ્સો અને હારને પચાવવાની હિંમત કેળવી શકાય છે. જે વ્યક્તિમાં જીતવાનો જુસ્સો અને હાર પચાવવાની હિંમત નથી હોતી તેઓ જીવનમાં કંઇ જ કરી શકતા નથી

આ પણ વાંચો:ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂ. 6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે કરાયું

Share your comments

Subscribe Magazine

More on News

More