યુપીના લખીમપુર ખીરીમાં હિંસા બાદ (UP Lakhimpur Violence) તણાવ વધ્યો છે. ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીના પુત્ર વચ્ચે થયેલી અથડામણ બાદ હિંસક ઘટનામાં આઠ લોકોના મોતને કારણે રાજ્યભરમાં હંગામો ચાલુ છે. આ સમગ્ર કેસમાં UP પોલીસે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 લોકો વિરુદ્ધ હત્યા, ગુનાહિત કાવતરું અને બળવો સહિતની કલમોના કેસ નોંધ્યા છે.
લખીમપુર ખીરીમાં હિંસા બાદ આખુંય UP હાલમાં રાજનીતિનો અખાડો બની ગયું છે. વિપક્ષ સતત સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. લખીમપુર ખીરી જઇ રહેલી પ્રિયંકા ગાંધીની સવારમાં ધરપકડ કરવામાં આવી હતી. લખીમપુર ખીરીમાં રવિવારના રોજ ખેડૂત પ્રદર્શન દરમ્યાન થયેલી દુર્ઘટના અને ત્યાર બાદ થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત 8નાં મોત થયા હતાં. એવો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પુત્રએ તે ખેડૂતો પર કાર ચઢાવી હતી.
અખિલેશ યાદવ બેઠાં હતાં ધરણાં પર
લખનઉમાં અખિલેષ યાદવ લખીમપુર ખીરી જવા માટે પોતાના ઘરેથી નીકળ્યાં તો હતાં, પરંતુ પોલીસદળે તેઓને આગળ 100 મીટરના અંતરેથી જ રોકી લીધા હતાં. હવે અખિલેશ ત્યાં જ રસ્તા પર ધરણાં પર બેસી ગયા હતાં. તેઓની સાથે સપાના સેંકડો કાર્યકર્તાઓ પણ જોડાયા હતાં. આ પહેલાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરથી ધરપકડ કરી લીધી હતી. તેઓ પણ લખમીપુર ખીરી જઇ રહ્યાં હતાં.
રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
પોતાની બહેન પ્રિયંકા ગાંધી માટે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, ”પ્રિયંકા, હું જાણું છું કે તું પાછી નહી પડે.તારી આ હિંમતથી તેઓ ડરી ગયા છે. ન્યાયની અહિંસક લડાઇમાં આપણે દેશના અન્નદાતા માટે જીવતા રહીશું.”
તમને જણાવી દઇએ કે, પ્રિયંકાની સવારના ધરપકડ કરવામાં આવી છે. તે લખમીપુર જઇ રહી હતી.
Share your comments