નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ (એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત) માં કંઈક આવું જ જોવા મળ્યું છે. 105 વર્ષના રામબાઈ પોતાની ઉંમરમાં સદી પૂરી કરવા છતાં પોતાના સપનાને જીવી રહ્યા છે અને તેમણે 100 મીટર દોડમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
તેણી કહે છે કે 'આ એક સારો અનુભવ છે અને હું ફરીથી દોડવા માંગુ છું,' 105 વસંત જોયા છતાં જીવનનો આનંદ માણી રહેલી આ પરદાદીએ 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. તેમણે 15 જૂને 100 મીટર અને રવિવારે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધા છે. તેમનું આગામી લક્ષ્ય આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું છે. તેઓ પાસપોર્ટ માટે અરજી કરવાનું પણ વિચારી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ નાની ઉંમરે કેમ ના દોડ્યા, ત્યારે હરિયાણાના સેન્ચ્યુરિયને હસતા હસતા કહ્યું, "હું દોડવા માટે તૈયાર હતી પરંતુ હજુ સુધી મને કોઈએ તક આપી નથી."
આ પણ વાંચો:32 વર્ષ બાદ 129 કૃષિ પદાધિકારીઓને મળ્યા નિમણૂક પત્ર, ખેડૂતોને થશે ફાયદો
રામબાઈએ તોડ્યો માન કૌરનો રેકોર્ડ તોડ્યો
આ ઉંમરે ઘણા લોકો માટે પ્રેરણારૂપ, 1 જાન્યુઆરી, 1917ના રોજ જન્મેલા રામબાઈ, વડોદરામાં એકલા દોડ્યા, કારણ કે સ્પર્ધામાં 85 વર્ષથી ઉપરના કોઈ સ્પર્ધકો નહોતા. તેમણે સેંકડો દર્શકોના જયકારા વચ્ચે 100 મીટરની દોડ પુરી કરી હતી. તેણી વર્લ્ડ માસ્ટર્સમાં 100 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતી પ્રખ્યાત બની ગયા. તેમણે 45.40 સેકન્ડમાં રેસ પૂરી કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ માન કૌરના નામે હતો જેમણે 74 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
રેસ પૂરી કરતાની સાથે જ રામબાઈ સ્ટાર બની ગયા અને અન્ય સ્પર્ધકો સાથે સેલ્ફી અને ફોટા પડાવવામાં વ્યસ્ત છે. વડોદરામાં સ્પર્ધામાં મેડલ જીતનાર રામબાઈની પૌત્રી શર્મિલા સાંગવાને કહ્યું કે, 'RT-PCR ટેસ્ટ કરાવ્યા પછી વડોદરા પહોંચતા પહેલા હું તેમને 13 જૂને દિલ્હી લઈ ગઈ હતી. અમે હવે ઘરે પરત ફરી રહ્યા છીએ. હું નાનીને તેમના ગામ કદમા મૂકી આવીશ, જે દિલ્હીથી લગભગ 150 કિમી દૂર ચરખી દાદરી જિલ્લામાં આવેલું છે.
આ પણ વાંચો:શ્રી વહાણવટીકૃપા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપાવતા વિપુલભાઈ
Share your comments