અતિવૃષ્ટિથી નુકસાન બાબતે તાત્કાલિક ધોરણે તંત્રને કામે લગાવી વ્યવસ્થિત સર્વે કરી, નુકસાની થયેલા તમામ ખેડૂતોને મદદ મળે તેવી માગણી ઉઠવાઇ.
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રમાં પુરગ્રસ્ત વિસ્તારોના નિરિક્ષણ માટે મંગળવારે સાંજે રાજકોટ ખાતે આવ્યા હતા, દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની વિવિધ માગણીઓને લઇને ખેડૂત આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા હતા ત્યારે સ્થાનિક પોલીસે ખેડૂત આગેવાનો સામે તેઓને રસ્તામાં અધવચ્ચે અટકાવીને જ તેઓ સામે પગલા લેતા આ મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો હતો.
નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની રાજકોટમાં પ્રથમ મુલાકાત યોજાઇ હતી, તે વખતે આરએસએસની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ અને પૂરના કારણે ખેતીની જમીનનું ધોવાણ, ખેતરોના પાળા અને પાકને નુકસાન, અનેક ઢોરના મૃત્યુ, ચેકડેમો – તળાવો તૂટી જવા, વીજ થાંભલાઓ ધરાસાયી થતા વીજપુરવઠો ખોરવાયો સહિત અનેક પ્રકારની ખેડૂતોની વ્યથા અને તેમની માગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું. કિસાન સંઘના રાજકોટ જિલ્લાના હોદ્દેારે જણાવ્યુંહતું કે, અમે મુખ્યમંત્રીની મુલાકાત શક્ય ન હોય તો, ખેડૂતોનું આવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડી દેવાય તેવી પણ માગણી કરી હતી. દરમિયાન ખેડૂત આગેવાનો બહુમાળી ભવન ખાતે પહોંચ્યા જ્યાં અચાનક પોલીસની ટુકડી ધસી આવી હતી અને દીલીપભાઇ સખિયા, વિઠ્ઠલભાઇ બાલધા અને મનવર પટેલ સહિતના ત્રણ આગેવાનો સામે પગલા લઇ સ્થાનિક પોલીસ મથકે લઇ જવાયા હતા.
Share your comments