15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો. આના એક દિવસ પહેલાની રાત્રે, 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ, હિન્દુસ્તાનમાં જે બન્યું તેનાથી દેશનો ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ ગયો.
14 ઓગસ્ટની રાત્રે હિંદુસ્તાનના થયા હતા બે ટુકડા
આપણને અંગ્રેજોની 250 વર્ષની ગુલામીમાંથી આઝાદી તો મળી ગઈ, પરંતુ જતા જતા તેઓ વિભાજનની પીડા આપતા ગયા. 14 ઓગસ્ટની રાત્રે હિંદુસ્તાનના બે ટુકડા થયા હતા, જેના કારણે લાખો લોકો બેઘર થઈ ગયા હતા. એક તરફ ભારત તો બીજી તરફ પાકિસ્તાન બની ગયું. વિભાજન વખતે ચારે તરફ હિંસા ફેલાઈ ગઈ હતી. લોકો જેમની સાથે ઉઠતા-બેસતા હતા, તેઓ પોતાના જ દુશ્મન બની ગયા હતા.
1 કરોડ જેટલા લોકોએ કર્યુ હતુ સ્થળાંતર
ભાગલાની આ પીડાએ લગભગ 10 લાખ લોકોના જીવ લઈ લીધા હતા. સરહદની બંને બાજુએથી લગભગ એક કરોડ લોકોએ ભારત અને પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું. એક આંકડા મુજબ, તે સમયે તે વિશ્વના ઇતિહાસમાં લોકોનું સૌથી મોટું વિસ્થાપન હતું. નિષ્ણાતો માને છે કે બ્રિટિશ સરકારે વિભાજનની પ્રક્રિયા યોગ્ય રીતે કરી ન હતી. દેશમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ભારત અને પાકિસ્તાનની નવી સરકાર પર આવી. પરંતુ બંને દેશોની નવી સરકારો પાસે હિંસાનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા નહોતી. કોઈએ વિચાર્યું ન હતું કે કરોડો લોકો એક દેશમાંથી બીજા દેશમાં જશે.
કેટલાક લોકો ભારતના ભાગલાના વિરોધમાં હતા, તો કેટલાક લોકો પક્ષમાં હતા અને કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ ભારતના ધર્મ આધારિત ભાગલાના વિરોધમાં હતા, જ્યારે કેટલાક લોકો એવું માનતા હતા કે જ્યારે ધર્મના આધારે વિભાજન થઈ જ રહ્યુ છે, તો પછી જનતાની પણ અદલા બદલી થવી જોઈએ. લોકોનું વિનિમય હોવું જોઈએ અને યોગ્ય વિભાજન થવુ જોઈએ જેથી પાછળથી કોઈ વિવાદ ન થાય.
આ પણ વાંચો:ભ્રષ્ટાચાર, પરિવારવાદ, દેશના લૂંટારાઓ, પંચ પ્રણ.. PM મોદીની 67 વાતો પર 67 વાર તાળીઓ
Share your comments