મોરબી ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બાદમાં તેના નમુના લીધા બાતે ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યાં હતા. જેમાં 28 નમુના ફેઈલ થતા 28 વિક્રેતાને નોટીસ આપવામાં આવી હોવાની માહિતી ખેતીવાડી વિભાગ પાસેથી મળી છે.
આ પણ વાંચો:સૌરાષ્ટ્રના ખેડૂતોની માર્કેટિંગ યાર્ડમાં પડાપડી, પાક રાખવા જગ્યા ઓછી પડી, લેવાયો મોટો નિર્ણય
ખાતર, દવા અને બિયારણની તપાસ
મોરબી ખેતીવાડી વિભાગના અધિકારી પરસણીયા અને ફળદુ પાસેથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષ એપ્રિલથી ડિસેમ્બર માસ દરમિયાન ખેતીવાડી વિભાગની બે સ્ક્વોડ દ્વારા સમગ્ર જિલ્લામાં ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દવા અને ખાતરના સેમ્પલ મેળવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે ડીએપી, યુરિયા અને વોટર સોલ્યુબલ ખાતરના 254 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 10 નમૂના ફેલ થયા હતા. એ જ રીતે રાસાયણિક દવાના 60 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 8 સેમ્પલ પૃથકરણમાં ફેલ થયા હતા.
ગેરરીતિ સબબ નોટિસ ફટકારવામાં આવી
તેમજ કપાસ, તલ અને જીરું સહિતના 152 અલગ-અલગ બિયારણના નમૂના લેવામાં આવ્યા હતા. જેની ચકાસણીમાં 11 બિયારણના નમૂના ફેઈલ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો 26 જેટલા ખાતર અને દવાના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 17 ખાતર વિક્રેતા, 8 રાસાયણિક દવાના વિક્રેતા તેમજ 3 બિયારણના વિક્રેતાઓને જુદી-જુદી ક્ષતિ અને ગેરરીતિ સબબ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
Share your comments