Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગાંધીનગરના યુવા સર્જક શ્રી જિગર સાગરની સાયન્સ ફિક્શન નવલકથા “રહસ્યમય પ્રકાશ” પુસ્તકનું વિમોચન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના ઓડિટોરિયમ ખાતે યોજાયુ.

તારીખ ૧૪મી એપ્રિલ ૨૦૨૩ના રોજ આદરણીય બાબા સાહેબની જન્મ જયંતિના દિવસે ગાંધીનગરમાં સચિવાલય ખાતે શાખા અધિકારી તરીકે ફરજો બજાવતા યુવા સર્જક શ્રી જિગર સાગરની સાયન્સ ફિક્શન નવલકથાનું વિમોચન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગયું.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

તારીખ ૧૪મી એપ્રિલ ૨૦૨૩ના રોજ આદરણીય બાબા સાહેબની જન્મ જયંતિના દિવસે ગાંધીનગરમાં સચિવાલય ખાતે શાખા અધિકારી તરીકે ફરજો બજાવતા યુવા સર્જક શ્રી જિગર સાગરની સાયન્સ ફિક્શન નવલકથાનું વિમોચન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગયું.

રહસ્યમય પ્રકાશ પુસ્તકનુ વિમોચન
રહસ્યમય પ્રકાશ પુસ્તકનુ વિમોચન

ગુજરાતી સાહિત્યમાં કિશોરથી લઈને યુવા વાચકોને આકર્ષે તેવા સાહિત્ય સ્વરુપોમાં સાયન્સ ફિક્શન એ નોંધપાત્ર સ્વરૂપ છે. સાયન્સ ફિક્શનના ગુજરાતી વાચકો પાસે સદીઓ પુરાણી વિદેશી વિજ્ઞાનકથાઓ સિવાય નોંધપાત્ર કહી શકાય તેવું નક્કર ગુજરાતી સાહિત્ય ખુબ જૂજ છે. આવી સ્થિતિમાં ગાંધીનગરના યુવા સર્જક શ્રી જિગર સાગરે "રહસ્યમય પ્રકાશ" શિર્ષક હેઠળ નક્કર વૈજ્ઞાનિક તથ્યોને પાયામાં રાખીને એક રસપ્રદ નવલકથા લખી છે જેને અમદાવાદના નવભારત સાહિત્ય મંદિરે પ્રકાશિત કરી છે. પૃથ્વી પર ચોંકાવનારી, અચંબિત કરી મૂકતી અનેક ઘટનાઓ વિશે આપણે જાણીએ છીએ. જિગરભાઈની આ નવલકથાના મૂળમાં હજારો કિલોમિટરમાં પથરાયેલા મધ્ય ઓસ્ટ્રેલિયાના બોલિયા નામના ઉજ્જડ પ્રાંતમાં રાત્રીના સમયે પ્રવાસ કરતા લોકોનો પીછો કરતા એક રહસ્યમય પ્રકાશપુંજ રહેલો છે.

વિજ્ઞાન અને સર્જનાત્મક લેખનશૈલીના સુભગ સમન્વય જેવી આ નવલકથાના વિમોચન સમારંભમાં ગુજરાત રાજ્યના અન્ન આયોગના સભ્ય સચિવશ્રી વી.જી.વણઝારા અધ્યક્ષ સ્થાને હતાં. કાર્યક્રમમાં અમદાવાદ દૂરદર્શનના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમાર તથા કાર્યક્રમના યજમાન એવી સાહિત્યને વરેલી પાટાપલટનના પ્રતિનિધિ તરીકે શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતાં. પુસ્તકના વિમોચન પ્રસંગે શ્રી વી.જી.વણઝારાએ શ્રી જિગર સાગરનો અનેરો પરીચય આપેલો, શ્રી ઉત્સવ પરમારે સાયન્સ અને ફિક્શન એમ બે દૃષ્ટિકોણથી આજના યુગમાં જિગર સાગરના આ પુસ્તકનું મહાત્મ્ય સમજાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદીએ પાટાપલટનની સાહિત્યિક પ્રવૃત્તિઓ તથા તેની સફળતાનો ચિતાર આપ્યા બાદ શ્રી જિગર સાગરને અભિનંદન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમનું સંચાલન સચિવાલયમાં શાખા અધિકારી તરીકે કાર્યરત શ્રીમતી કિન્નરીબેન શાહે ખુબ સુંદર રીતે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી નિસર્ગ મોડિયા, શ્રી નિરજ ગામીત તથા પાટાપલટનના સ્વયંસેવકો શ્રી ધ્રુવ પ્રજાપતિ, સુશ્રી ઝંખના દવે તથા શ્રી કિશન પટેલે ખૂબ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્ર્મનું દસ્તાવેજીકરણ પાટા પલટનના ફોટોગ્રાફર શ્રી ધ્રુવલ પુરોહિતે કર્યુ હતું.

આ પણ વાંચો:UGC-NET 2023નું પરિણામ જાહેર, આ રીતે તપાસો પરિણામ

Share your comments

Subscribe Magazine

More on News

More