બિહારમાં મેંગો મેને વિકસિત કરી કેરીની નવી પ્રજાતિ, કોરોનના સમય દરમિયાન ફળ આવ્યું તો નામ રાખ્યું લોકડાઉન
2016 માં છોડ લગાવેલ, ચાર વર્ષ પછી પહેલી વાર ફળ આવ્યું.
કોરોના યોદ્ધાને સમર્પિત છે, કેરીની નવી પ્રજાતિ.
લોકડાઉન નામ છે આ એક કેરીની નવી પ્રજાતિનું, આને બિહારના મેંગો મેન નામથી પ્રસિદ્ધ ખેડૂત અશોક ચૌધરીએ વિકસિત કર્યું છે, ભાગલપુરના મહેશી તિલકપુરના અશોકે જણાવ્યું કે આ નવી પ્રજાતિને અમેરિકાના ફ્લોરિડાની કેરીની પ્રજાતિ ઈરવિન અને થાઈલેન્ડની કેરીની એક પ્રજાતિ એક બીજા સાથે જોડીને બનાવામાં આવી છે, કેરી આકારમાં ગોળ અને રંગીન છે.
અશોક કહે છે કે મેં કેરીના છોડને 2016 માં લગાવેલ હતો. ચાર વર્ષ પછી પહેલી વાર ફળ આવ્યું છે, નવી પ્રજાતિનું ફળ આ કોરોનના સમય દરમિયાન આવ્યું છે, એટલા માટે મેં તેનું નામ લોકડાઉન રાખેલું છે. અમે આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ, લોકો લોકડાઉને વર્ષો વર્ષ યાદ રાખશે, મેં કેરીની આ પ્રજાતિને કોરોના યોદ્ધાને સમર્પિત કરેલી છે, અશોકે મોદી-2 નામની કેરીની પ્રજાતિને પણ વિકસિત કરી છે, તે કહે છે – એમાં ગુલાબખાસ, ઈરવિન અને આમ્રપાલીને જોડીને તૈયાર કરવામાં આવ્યું છે. મોદી-2 માં આમ્રપાલી કરતા વધુ ફળ લાગે છે.
અશોક પોતાના 10 એકરમાં ફેલાયેલ નર્શરીમાં કેરીની નવી પ્રજાતિ પેદા કરવા ઉપર રિસર્ચ કર છે. આ બધું કેવી રીતે થયું એવું પૂછવા ઉપર કહે છે કે 1992 માં મેં બાગાયતી કામ કરવાનું શરુ કર્યું હતું. ભાગલપુર જર્દાલુ અને કેરી માટે પ્રસિદ્ધ છે, શરૂઆતમાં મેં આના ઉપર કામ કર્યું, તે પછી કેટલીય નવી પ્રજાતિ તૈયાર કરી.
Share your comments