વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારની બેટરી સાથેની સ્માર્ટવોચ વિકસાવી છે. આ સ્માર્ટવોચ વીજળીને બદલે પરસેવાથી ચાર્જ કરી શકશે. આ વાસ્તવમાં સુક્ષ્મ બેટરી છે.જે ખાસ કરીને વિયરેબલ ડિવાઇસ માટે બનાવવામાં આવી છે.
પરસેવાથી ચાર્જ થશે સ્માર્ટ વૉચ
દિલસે ને દિવસે ટેકનોલોજી ખૂબજ આગળ વધતી જઈ રહી છે હવે વૈજ્ઞનિકોએ એવી સ્માર્ટવૉચ બનાવી છે કે જેને ચાર્જ કરવી નહી પડે કેમ કે એવીસ્માર્ટવૉચ બનાવી છે કે જે માણસના શરીરમાં જે પરસેવો વળે છે તેનાથી ચાર્જ થાય છે. આ સ્માર્ટ વૉચમાં એક નાની બેટરી આવે છે જે પરસેવો વળવાના કારણે ચાર્જ થાય છે
સિંગાપોરની નાનયાંગ ટેકનોલોજીકલ વિશ્ર્વ વિદ્યાલયના એન્જિનિયર્સએ આ વોચ બનાવવામાં સફળતા મેળવી
માત્ર 02 મીલીલીટર પરસેવા સાથે તે 20 કલાકની ઉર્જા આપવા સક્ષમ છે. તેનો આકાર 0.8 ચોરસ ઇંચ છે. સિંગાપોરની નાનયાંગ ટેકનોલોજીકલ વિશ્ર્વ વિદ્યાલયના એન્જિનિયર્સએ આ વોચ બનાવવામાં સફળતા મેળવી છે. આ વોચ એક વળાંકવાળી અને પરસેવાને સુકવવાળા કાપડ સાથે જોડાયેલી છે. જેને કાંડા અપવા ઉપલા હાથની આસપાસ પહેરી શકાય છે. અને સ્માર્ટવોચ જેવી અન્ય પહેરવા લાયક વસ્તુઓમાં એકીકૃત કરી શકાય છે. કાપડનો પરસેવો શોષીલ લેનારા ગુણધર્મોનો અર્થ એે છેકે તે પરસેવો જાળવી રાખે છે.
આ વૉચ દિવસના વાતાવરણ પર આધાર રાખે છે
આ બેટરીને સતત પુરવઠો આપે છે. જયારે પહેરનારના પરસેવાના દરમાં તફાવત હોય જો વ્યકિત એસીમાં બેઠો હોય અથવા આરામ કરતો હોય અને પરસેવો નથી વળતો તો એવામા આ વોચ પહેલીથી જ પરસેવો જાળવી રાખે છે. જયારે માનવ ત્વચા પર પરસેવો આવે ત્યારે આ માત્ર શારિરીક સ્થિતિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર જ નહીં પરંતુ દિવસના સમય પર આધારીત છે.
Share your comments