Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દોઢ મહિનો વહેલા કેસુડાએ જંગલોની શોભા વધારી, ઠેર ઠેર ખીલી ઉઠ્યા કેસુડાના ફૂલ

રાજ્યભરમાં દોઢ મહીનો વહેલા કેસુડાના ફૂલ ખીલ્યા છે. જોકે, આજના કેમિકલયુક્ત રંગો સામે કેસુડો ભૂલાયો

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
કેસુડો
કેસુડો

આ પણ વાંચો : એગ્રો-કેમ કંપનીઓને 17મી આંતરરાષ્ટ્રીય પાક વિજ્ઞાન પરિષદમાં પુરસ્કારો એનાયત કરાયા

 

કેસુડાના ફુલને આયુર્વેદની દ્રષ્ટિએ ઔષધી સમાન માનવમાં આવે છે. આમ તો, મહા અને ફાગણ મહીનામાં કેસુડામાં ફુલ ખીલતા હોય છે.

પરંતુ ગ્લોબલ વોર્મીંગના કારણે દોઢેક મહીનો વહેલા કેસુડામાં ફુલ ખીલ્યા છે, ત્યારે કેસૂડો ઔષધી તરીકે અનેક રીતે ઉપયોગી છે. કેસુડાના ફુલ ખાખરાના થડ, ડાળી, પાન અને ફુલ બધુ જ ઔષધી સમાન છે.

ખાખરામાં ફુલ આવ્યા બાદ કેસુડોને પલાશ તરીકે ઓળખાય છે. ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે.

જોકે, આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે લોકોને ભુલાવી દીધા છે. કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં જંગલ વિસ્તારોની શોભા તો વધારે જ છે. આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાના ફૂલ આ વર્ષે દોઢ મહીનો વહેલા ખીલી ઉઠ્યા છે.

કેસુડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંસોધનો થઈ ચૂક્યા છે. જેમાં નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાના ફૂલોથી સ્નાન કરાવવામાં આવે તો, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ મળે છે.

કૃષિ વિષયક મહીતી માટે જોડાયેલા રહો કૃષિ જાગરણ સાથે નમસ્કાર 

Related Topics

Kesudo Flowers

Share your comments

Subscribe Magazine

More on News

More