અમિત શાહે લીધો મોટો નિર્ણય
ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં જાહેરાત અનુસાર, CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે
રક્ષામંત્રી રાજનાથસિંહે બોલાવી ઇમરજન્સી બેઠક
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે(શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે,આજે સવારે 11.30 કલાકે બોલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા 'ફોર્મેટ' હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો:પ્રધાનમંત્રીએ નવસારીમાં 'ગુજરાત ગૌરવ અભિયાન' દરમિયાન બહુવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું
બિહારમાં સતત ચોથા દિવસે પરિસ્થિતિ ભયાનક
કેન્દ્ર સરકાર યુવાઓને સેનામાં ભરતી કરવા માટે નવી યોજના “અગ્નિપથ” લઈને આવી છે. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારો પગાર અને ચાર વર્ષની સેવા માટે 10 લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે, જોકે આ યોજનાનો ખૂબ જ ખરાબ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત અગ્નિપથના આક્રોશની આગમાં સળગી રહ્યું છે ત્યારે સતત ચોથા દિવસે બિહારમાં પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ બની ગઈ છે.
શનિવારે જહાનાબાદ માં એક ટ્રક અને બસમાં આગ લગાવવામાં આવી છે અને અનેક જગ્યાઑ પર પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ બળ તૈનાત છે પરંતુ લોકોનો ગુસ્સો અને મોટી ભીડને જોતા તે પણ બેબસ દેખાઈ રહી હતી
ભભૂકી રહ્યું છે બિહાર
બિહારમાં ચાર દિવસેથી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ડઝનથી વધારે ટ્રેનોમાં રોજ આગ લગાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જગ્યાઑ પર તોડફોડની તસવીરો સામે આવી રહી છે. સરકારી આવાસ અને ભાજપ કાર્યાલયોને આગના હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારે સવાર સવારમાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી
15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ
બિહારમાં સતત પરિસ્થિતિ બગડતી જાય છે. લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી ગયા છે. આ પરિસ્થિતિને જોતાં બિહારમાં 19 જૂન સુધી 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:હરિયાણા સરકારે જળ સંરક્ષણના સૌથી મોટા પ્રોજેક્ટનો પાયો નાખ્યો
Share your comments