અમદાવાદના સરકારી, ખાનગી અને જાહેર સ્થળોએ યોજાયું મતદાર જાગૃતિ મહા સિગ્નેચર અભિયાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022, અવસર લોકશાહીનો અંતર્ગત આજ રોજ જિલ્લા કલેકટર કચેરી અમદાવાદ , કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અચૂક નૈતિક મતદાન સંદર્ભે જિલ્લા કલેટકરશ્રી ડો.ધવલ પટેલ દ્વારા સિગ્નેચર કરી અને ગુજરાત યુનિવર્સિટીથી મા.કુલપતિશ્રી પ્રોફે. ડો.હિમાંશુ પંડયા સાહેબ દ્વારા સિગ્નેચર કરી કલેકટર કચેરી અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી આ મહાસિગ્રેચર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.
અચૂક મતદાન કરવાની નેમ સાથે આ મહા સિગ્નેચર અભિયાન અમદાવાદના વિવિધ જાહેર અને ખાનગી સ્થળો પર કરવા આવ્યું..જેમાં રાણીપ એસ ટી બસ સ્ટેન્ડ, ડી માર્ટ મોલ, આલ્ફા મોલ , કાલુપર રેલ્વે સ્ટેશન, ગુરુકુળ મેટ્ર્રો સ્ટેશન, કાંકરિયા લેક, અટલ બ્રીજ, રિવર ફ્રન્ટ, ગુજરાત યુનિવર્સિટી વહીવટીય કચેરી અને અનુસ્નાતક ભવનો યુનિવર્સિટી ગ્રંથાલય, જિલ્લા કલેકટર વહીવટીય કચેરી અમદાવાદ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, વિવિધ શાળાઓ, કોલેજો સહિતની સંસ્થાઓમાં આ મહા અભિયાન ચલાવામાં આવ્યું હતુ.
આ કામગીરીમાં યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ આર પારેખના સંકલનમાં 200 યુવાનો 150 સ્ટેન્ડીઓ સાથે સમ્રગ અમદાવાદમા યુવા મતદારો સાથે નાગરિકોને પણ આવરી લીધેલ હતા આ સાથે સાથે વિવિધ કાર્ડબોર્ડ અને એ 4 સાઇઝના પેપર પણ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ મારફતે વાલીઓ સહિત સોસાયટીના ચેરમેનશ્રી સેક્રેટરી સહિતના સોસાયટીના રહીશોને પણ આવરી લેવામાં આવેલ હતા યુથ નોડલ ઓફિસરના જણાવ્યાનુસાર અમદાવાદની તમામ વિધાનસભાના આ વિવિધ વિસ્તારોમાં અંદાજે 3 લાખથી વધુ સિગનેચર લેવાનો લક્ષ્યાંક છે.
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ આ અભિયાન અંગે વધુ વાત કરતા જણાવ્યું કે લોકશાહીમાં પ્રત્યેક મતદારનું અને તેના એક એક મતનું મહત્વ છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને એ માટે અમદાવાદનો પ્રત્યેક મતદાર જાગૃત બની અચૂક મતદાન કરે તેવા આશય સાથે આ મહા સિગ્નેચાર અભિયાન યોજવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા કલેકટર કચેરીની સ્વીપની સમ્રગ ટીમ , જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી, કેન્દ્રીય સંચાર બ્યુરોના ફિલ્ડ એકઝીબીસન ઑફિસર સુમનબેન મછાર, સહિત કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી અને ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ દ્વારા કરવામાં આવ્યું.
આ પણ વાંચો:કૃષિ અર્થતંત્રમાં દેશને સંકટમાંથી બહાર કાઢવાની શક્તિ છેઃ શ્રી તોમર
Share your comments