વિકસત સંસ્થા દ્વારા ડી.એસ.ટી. પ્રોજેક્ટ અંતર્ગત આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે મકાઇ સંશોધન કેન્દ્ર ભિલોડા ખાતે મકાઇની ખેતીના પાક નિદર્શન વાળા ખેડૂતો માટે ફાર્મર્સ ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મદદનિશ સંશોધન વૈજ્ઞાનિક ડો.આર.એમ.પટેલ, ભાવેશ પટેલ તથા એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ (આત્મા)ના તાલુકા ટીમ મેનેજર માનવેન્દ્ર રાગુન તેમજ વિકસત સંસ્થાના પ્રોગ્રામ કો ઓર્ડિનેટર પરેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભિલોડા વિકસત ફીલ્ડ ઓફિસ ખાતેથી કો-ઓર્ડિનેટર જલાભાઇ રથવીની યાદીમાં જણાવાયા મુજબ આ કાર્યક્રમમાં મકાઇના પાકનું વાવેતર સિસ્ટમ ઓફ મેઇઝ ઇન્ટીન્સીફિકેશન (એસએમઆઇ) પદ્ધતિથી મકાઇના પાકમાં વિશેષ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. તે અંગે ખેડૂતોના અનુભવનું આદાન પ્રદાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મદદનિશ સંશોધન વૈજ્ઞાનિક ડો.આર.એમ.પટેલ અને ભાવેશ પટેલ તથા એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ (આત્મા)ના તાલુકા ટીમ મેનેજર માનવેન્દ્ર રાગુન તેમજ વિકસત સંસ્થાના પ્રોગ્રામ કો ઓર્ડિનેટર પરેશભાઇ પટેલે ખાસ ઉપસ્થિત રહીને ખેડૂતોને પરંપરાગત ખેતી પદ્ધતિના બદલે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે અંગેની જાણકારી આપી હતી. જેથી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે છે. તે અંગેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાથથી ચાલતું મકાઇ વાવેતરના યંત્રનું ડેમોસ્ટ્રેશન પણ કરાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિકસત સંસ્થાના વિભાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, અને કાર્યક્રમમાં એંસીથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Share your comments