આ મોંઘવારીના સમયમાં પગારમાં વધારો થતો જોવા મળે તો મોટી રાહત મળે છે. ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરીથી બંપર વધારો થવાના એંધાણ છે. આ વધારો કઈ રીતે થશે અને તે વિશે વધુ વિગતો નીચે પ્રમાણે છે.
મોંઘવારી ભથ્થાને કારણે પગાર વધારો
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો મોંઘવારી ભથ્થાના કારણે થવા જઈ રહ્યો છે. આ વખતેના ડીએમાં વધારો જાન્યુઆરીમાં જે પ્રકારે ભથ્થું વધ્યું હતું તેના કરતા પણ વધુ હોય તેવી શક્યતા દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે AICPI ના માર્ચના આંકડા સામે આવ્યા છે. આ આંકડાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે જુલાઈમાં મોંઘવારી ભથ્થું 4 ટકા સુધી વધી શકે છે. જો કે હાલ એપ્રિલ, મે અને જૂનના આંકડા આવવાના બાકી છે. પરંતુ જે પ્રકારે મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે તેને જોતા આ આંકડામાં પણ વધારો હોવાનો અંદાજો વ્યક્ત કરાઈ રહ્યો છે.
લાખો કર્મચારીઓને મળશે લાભ
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને તાજેતરમાં મોંઘવારી ભથ્થાનો લાભ મળ્યો છે. સરકારે સાતમા પગાર પંચ (7મા પગાર પંચ) હેઠળ આવતા તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું પહેલેથી જ વધારી દીધું છે. જો કે, 5મા પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓને હજુ તેનો લાભ મળવાનો બાકી છે. કેન્દ્ર સરકાર હવે આ કર્મચારીઓ માટે પણ મોંઘવારી ભથ્થું વધારવાની તૈયારી કરી રહી છે.
આટલા ટકાનો થઈ શકે છે વધારો
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ અનુસાર, 5મા અને 6ઠ્ઠા પગારપંચ હેઠળ આવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 13 ટકાનો વધારો થઈ શકે છે. પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને હાલમાં 368 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તેને 13 ટકા વધારીને 381 ટકા કરવાની યોજના છે. તેવી જ રીતે છઠ્ઠા પગાર પંચના દાયરામાં આવતા કર્મચારીઓનો ડીએ 196 ટકાથી વધારીને 203 ટકા કરવામાં આવી શકે છે. તેમનો DA 7 ટકા સુધી વધી શકે છે.
આ પણ વાંચો : હાય રે મોંઘવારી : લીંબુ બાદ હવે લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો
એકસાથે ત્રણ મહિનાનું એરિયર્સ મળશે
7મા પગાર પંચના કર્મચારીઓની જેમ 5મા અને 6મા પગારપંચના કર્મચારીઓને જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, મોંઘવારી ભથ્થાના વધારાને જાન્યુઆરીથી જ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો આવું કરવામાં આવશે તો પાંચમા અને છઠ્ઠા પગારપંચના દાયરામાં આવતા કર્મચારીઓને એપ્રિલમાં એક સાથે છેલ્લા ત્રણ મહિના એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનું એરિયર્સ પણ મળી શકે છે.
મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર
હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 34 ટકા મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સને પણ એટલી જ રાહત મળી રહી છે. મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર અપાય છે. (જાન્યુઆરી અને જુલાઈ) જાન્યુઆરીમાં ડીએમાં 3 ટકા વધારો થયો હતો. હવે જુલાઈમાં નવું મોંઘવારી ભથ્થું જાહેર થશે.
આ વખતે જુલાઈમાં પણ મોંઘવારી ભથ્થું વધે તો લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને તેનો સીધો લાભ મળશે. કર્મચારીઓ પોતાનું જીવનધોરણ સારી રીતે રાખી શકે તે માટે સરકાર તેમને મોંઘવારી ભથ્થું આપે છે.
આ પણ વાંચો : ખુશખબર : LPG સિલિન્ડર પર ગ્રાહકોને મળી રહી છે ઓફર, હવે ઓછી કિંમતે મળશે ગેસ
Share your comments