Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

7th Pay Commission News: રાજ્યોએ વધાર્યા પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, જાણો મોદી સરકાર ક્યારે લેશે આ નિર્ણય

DA Hike News: જન્માષ્ટમી સાથે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને સરકાર તહેવારોની સિઝનમાં ગમે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
narendra modi
narendra modi

DA Hike News: જન્માષ્ટમી સાથે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને સરકાર તહેવારોની સિઝનમાં ગમે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

હાલના દિવસોમાં દેશના ઘણા રાજ્યોએ સરકારી કર્મચારીઓની મોંઘવારી ભથ્થા વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને ત્રિપુરાની સરકારો સામેલ છે. જો કે, આ તમામ રાજ્યોમાં એકથી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પણ એક મોટું કારણ છે કે આ સરકારોએ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોના મત મેળવવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ હવે તમામની નજર કેન્દ્ર સરકાર પર છે કે તે ક્યારે પોતાના કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરે છે.

કેન્દ્ર સરકાર આપી શકે છે કર્મચારીઓને મોટી ભેટ

8મા પગારપંચની રચના અંગે હાલ કંઈપણ કહેવું મુશ્કેલ છે.કારણ કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે 8મા પગાર પંચની રચના માટે સરકારની સામે પગાર વધારા માટે કોઈ પ્રસ્તાવ નથી. પરંતુ ડેમેજ કંટ્રોલ કરવા માટે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે તહેવારોની સિઝનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા પર મહોર લગાવી શકે છે.

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર રિટેલ ફુગાવાના ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈ મહિના દરમિયાન વર્ષમાં બે વાર DA અને DRમાં સુધારો કરે છે. દેશમાં મોંઘવારી આરબીઆઈના અંદાજથી ઉપર પહોંચી ગઈ છે. રિટેલ ફુગાવો આરબીઆઈના 6 ટકાના સહનશીલતા સ્તરથી ઉપર ગયો છે. જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર 6.71 ટકા રહ્યો છે. વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં જાન્યુઆરીથી જૂન સુધી સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. હવે જુલાઈથી ડિસેમ્બર મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોવાઈ રહી છે.

કેટલો વધશે DA

ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંકના (all india consumer price index for industrial workers) ડેટા બાદ એવી આશા છે કે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 39 ટકાનો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો શક્ય છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 34 ટકાથી વધારીને 39 ટકા કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને અસર થશે.

 

Share your comments

Subscribe Magazine

More on News

More