૭૫ માં પ્રજાસતાક દિનની ઉજવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જુનાગઢ ખાતેના ગ્રાઉન્ડમાં પહોચ્યા હતા,સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ધ્વજ વંદન કર્યા. ૨૫ જાન્યુઆરી પૂર્વ સંધ્યાએ જુનાગઢમાં મુખ્યમંત્રી અને રાજયપાલની હાજરીમાં સંસ્કૃતિક કાર્યેક્રમની ઉજવણી અને વિકાસલક્ષી કાર્યોને લઇને વિવિધ અયોજનો કરવામાં આવ્યા હતા. રાજયના મુખ્યમંત્રી એ સૌ નાગરિકોને ૭૫માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ આપી. ભારતમાતાની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન કર્યા. અને કહ્યું આવો, આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ. ભારતીય સંસ્કૃતિ અને સંવિધાનના મહાન મૂલ્યોને અનુસરી આપણા દેશને વિશ્વમાં અગ્રીમ સ્થાને બિરાજમાન કરાવવા સહિયારો પુરુષાર્થ કરીએ.
જુનાગઢમાં સંસ્કૃતિક કાર્યેક્રમનું આયોજન
ભુપેન્દ્ર પટેલે વધુ માં કહ્યું સંત, શૂરા અને દાતારની દિવ્ય ભૂમિ જુનાગઢ ખાતે 75માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સાંસ્કૃતિક અને વિકાસલક્ષી કાર્યક્રમમાં સહભાગી થવાનો અવાર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો.
આ પ્રસંગે જૂનાગઢ શહેર અને જિલ્લા માટે અંદાજે રૂ. 781 કરોડના વિકાસકામોની જાહેરાત, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર મહાનુભાવોનું સન્માન કર્યું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉપલક્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતને વિકાસકામો માટે વિશેષ ગ્રાન્ટ તેમજ વિકાસના વિવિધ પ્રકલ્પો જૂનાગઢની ભૂમિ પર સુખ, સમૃદ્ધિ અને નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરશે.
પ્રાકૃતિક ખેતીથી બનાવેલ શાકભાજીના સ્ટોલની મુલાકત લીધી : ભુપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત
આ પણ વાંચો : ગુજરાતમાં ત્રણ દિવસીય ખેડૂત મેળો સંપન્ન,બે હજાર ખેડૂતો રહ્યા હાજર
75માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત એટહોમ કાર્યક્રમમાં સહભાગી થઈને પૂજ્ય સંતો-મહંતો અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. આ અવસરે પ્રદર્શિત કરવામાં આવેલ કૃષિપેદાશોના સ્ટોલમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલા શાકભાજી, અનાજ-કઠોળ સહિતની ખેતપેદાશોની મુલાકાત લીધી અને તેને રસપ્રદ બનાવી.
ખેતીની સાથે પશુપાલકોને સરકાર તરફથી વધુ પ્રોત્સાહન
ખેતીની સાથોસાથ સરકાર પશુપાલનને પણ ખૂબ પ્રાધાન્ય આપી રહી છે. પશુપાલકોને સહાય આપતી વિવિધ યોજનાઓ થકી આજે અનેક પરિવારો પશુપાલન પ્રવૃત્તિ દ્વારા આર્થિક સમૃદ્ધિને પામ્યા છે. પશુપાલકો માટે સરકારની વિવિધ યોજનાઓના લાભ ઘરઆંગણે લઈને આવી છે - વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં રાજયના ખેડૂતોએ પણ ભાગ લીધો હતો.
Share your comments