દેશના લગભગ તમામ મોટા શહેરોમાં ટામેટાનો ભાવ વધીને 60-70 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. ગુરુગ્રામ, ગેંગટોક, સિલીગુડી અને રાયપુરમાં ટામેટા 70 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે ગોરખપુર, કોટા અને દીમાપુરમાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ છે. કેન્દ્રીય ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, હાલમાં હવામાનને લીધે ટામેટા ખરાબ થઇ રહ્યા છે.
70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે ટામેટા
મંત્રાલયના આંકડા અનુસાર, ગુરુવારે ચેન્નઇ સિવાય મેટ્રો શહેરોમાં ટામેટાનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયો. જે એક મહિના પહેલા લગભગ 20 રૂપિયા કિલો હતો. અમુક સ્થળો પર ટામેટા 70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.
આ શહેરોમાં 70 રૂપિયા કિલોએ ટામેટા વેચાઇ રહ્યા છે
આંકડા અનુસાર, ઉત્પાદક રાજ્યોમાં ટામેટાની કિંમત 37 રૂપિયા કિલો છે. ચેન્નઇમાં 40 રૂપિયા કિલો અને બેંગલોરમાં 46 રૂપિયા કિલો છે અને હૈદરાબાદમાં 37 રૂપિયા કિલો છે. ગુરુગ્રામ, ગેંગટોક, સિલીગુડી અને રાયપુરમાં ટામેટા 70 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે ગોરખપુર, કોટા અને દીમાપુરમાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ છે. વધતી કિંમતો અંગે પૂછવા પર પાસવાને કહ્યું કે, પાકનો સમય નહીં હોવાના કારણે સામાન્ય રીતે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ટામેટાની કિંમતો વધારે રહે છે. ટામેટાના જલદી ખરાબ થવાના ગુણને કારણે તેની કિંમતોમાં ઘટાડો વધારો થતો રહે છે. તેમણે કહ્યું કે, પુરવઠો સુધર્યા પછી કિંમતો સામાન્ય સ્તરે આવી જશે.
દર વર્ષે એક કરોડ 97 લાખ ટન ટામેટાનું ઉત્પાદન
વિશેષજ્ઞોએ એવું પણ કહ્યું છે કે, સામાન્ય રીતે ઉપજનો સમય નહીં હોવાના કારણે ટામેટાની કિંમતોમાં વધારો જોવા મળે છે અને પાંછલા 5 વર્ષના આંકડા પણ આ જ વાત કહે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તમિલનાડુ, કેરળ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ દેશના ઓછા ટામેટા ઉત્પાદન કરનારા રાજ્યો છે. તેઓ પુરવઠો પૂરો પાડવા માટે વધારે ઉત્પાદન કરનારા રાજ્યોપર આધાર રાખે છે. સરકારી આંકડા અનુસાર, દેશમાં વાર્ષિક લગભગ 1 કરોડ 97 લાખ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે, જ્યારે તેની પાછળનો ખર્ચો એક કરોડ 15 લાખ ટન છે.
વરસાદ અને ડીઝલને લીધે અસર
દિલ્હી મંડીના એક વિક્રેતાએ કહ્યું કે, પહેલા ટામેટા ગુજરાતથી ખૂબ વધારે આવતા હતા. વરસાદ શરૂ થયા પછી ત્યાંથી આવક ઓછી થઇ ગઇ છે. એવામાં શિમલાથી આવતા ટામેટાના ભરોસે રહેવું પડે છે. શિમલાથી પણ ટામેટા ઓછા જ આવી રહ્યા છે. સાથે જ ડીઝલ મોઘું થવાને કારણે ભાડુ પણ વધી ગયું છે. માટે સારા ટામેટાનો જથ્થાબંધ ભાવ જ 50 રૂપિયાથી વધારે થઇ ગયો છે. એવામાં કિંમત વધારે વધશે.
Share your comments