Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યમાં 51 ડેમ 100 ટકા ભરાયા, જાણો ક્યા ડેમમાં કેટલુ પાણી છે ?

છેલ્લા એક એઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હતા જેના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ પડ્યો હતો અને હજી પણ હવામાન ખાતાની આગાહી છે તા 21 અને 22 સપ્ટેમ્બરે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Dam Overflow
Dam Overflow

છેલ્લા એક એઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હતા જેના કારણે રાજ્યમાં સારો એવો વરસાદ પડ્યો હતો અને હજી પણ હવામાન ખાતાની આગાહી છે તા 21 અને 22 સપ્ટેમ્બરે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 76 ટકા વરસાદ વરસી ચુક્યો છે અને ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો ગયા વર્ષે 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 130 ટકા વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં હજી રાજ્યમાં 54 ટકા વરસાદ ઓછો વરસ્યો છે

જળાશયોમાં પાણીનો જથ્થો

  • સારા વરસાદને કારણે 15 દિવસમાં જળાશયોના જળસંગ્રહમાં 15 ટકાનો વધારો થયો છે.
  • હાલ સરદાર સરોવરમાં 54 ટકા સંગ્રહ છે.
  • જળાશયોમાં હાલમાં 67 ટકા જળસંગ્રહ છે.
  • ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણી સંગ્રહ ઓછો છે.
  • રાજ્યના કુલ જળસંગ્રહ 25244 એમ.સી.એમ.માંથી 22398 એમ.સી.એમ.
  • 88 ટકા સંગ્રહ 18 મુખ્ય જળાશયોમાં થાય છે.
  • 18 મુખ્ય જળાશયોમાંથી માત્ર 11 જળાશયોમાં જ 50 ટકાથી વધારે પાણી છે.
  • રાજ્યમાં 102 જળાશયો 70%થી વધારે ભરેલા છે
  • 51 સંપૂર્ણ ભરેલા જ્યારે 36 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે.

વરસાદની સ્થિતિ

  • ગત વર્ષે મધ્ય ગુજરાતને બાદ કરતાં તમામ ઝોનમાં 100%થી વધારે વરસાદ થઇ ગયો હતો.
  • રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.
  • 6 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે.
  • 100 તાલુકાઓમાં 10થી 20 ઇંચ વચ્ચે વરસાદ છે.
  • 112 તાલુકાઓમાં 20થી 40 ઈંચ વરસાદ
  • 33 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ છે.

આ વર્ષે જૂન મહિનામાં 5 ઇંચ, જુલાઇમાં 7 ઇંચ જ્યારે ઑગસ્ટમાં માત્ર 2.5 ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં 20 દિવસમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More