સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે દેશ દ્વારા આપવામાં આવતી મદદનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતે અત્યાર સુધીમાં લગભગ 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા છે.
આ રીતે અમે કાબુલના પાડોશી અને જૂના ભાગીદાર તરીકે અમારી સ્થિતિ સુનિશ્ચિત કરી છે.
રૂચિરાએ અફઘાન લોકો સાથેના ઐતિહાસિક અને સભ્યતાના સંબંધો પર પણ પ્રકાશ ફેંક્યો. તેમણે કહ્યુ કે “અમે સુરક્ષા પરિષદમાં વારંવાર કહ્યું છે કે ભારત શાંતિ અને સ્થિરતાની પુનરાગમન સુનિશ્ચિત કરવાના પક્ષમાં છે. અફઘાન લોકો સાથે અમારા મજબૂત ઐતિહાસિક અને સભ્યતા સંબંધી સંબંધો છે.
રુચિરા કંબોજે કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અફઘાનિસ્તાન માટે કરેલી અપીલના જવાબમાં પગલાં લીધાં છે. ભારતે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાયના અનેક શિપમેન્ટ મોકલ્યા છે. તેમણે કહ્યું કે, '10 બેચોમાં 32 ટન તબીબી સહાય મોકલવામાં આવી છે, જેમાં આવશ્યક જીવનરક્ષક દવાઓ, ટીબી વિરોધી દવાઓ અને કોરોના રસીના 50,0000 ડોઝનો સમાવેશ થાય છે. આ મેડિકલ કન્સાઈનમેન્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને કાબુલની ઈન્દિરા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલને સોંપવામાં આવી છે.
કાબુલમાં ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હુમલાને લઈ ને ચિંતા વધી રહી છે. UNSCમાં ભારતીય રાજદૂત રૂચિરા કંબોજે અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, '18 જૂને કાબુલમાં શીખ ગુરુદ્વારા પર હુમલો થયો હતો. આ પછી 27 જુલાઈએ આ જ ગુરુદ્વારા પાસે બીજો બોમ્બ વિસ્ફોટ થયો હતો. લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળો પર હુમલાની આ શ્રેણી અત્યંત જોખમી છે.
આ પણ વાંચો:નેશનલ પેન્શન સ્કીમ સહિત ઘણા નિયમોમાં1 સપ્ટેમ્બરથી થશે ફેરફાર, લોકોના જીવનને કરશે અસર
Share your comments