દહીં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીંમાં રહેલા બેક્ટેરિયા સ્વાસ્થ્ય સંબંધી રોગો સામે લડવામાં અસરકારક છે. દહીં ખાવાથી શરીરને આરામ મળે છે. ભારતમાં દહીંમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે અને હિંદુ માન્યતામાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દહીંમાં સાકર ખાવાને શુભ માનવામાં આવે છે. પરંતુ જો કેટલાક લોકોનું માનીએ તો તેઓનું કહેવું છે કે શિયાળામાં દહીં ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તો ચાલો જાણીએ કે ઠંડા વાતાવરણમાં દહીં ખાવું જોઈએ કે નહીં.
શિયાળામાં દહીં ખાવાથી શરદી થઈ શકે છે?
લોકોનું માનીએ તો ઠંડીના વાતાવરણમાં દહીંનું સેવન કરવાથી શરદી થઈ શકે છે. પરંતુ નિષ્ણાતોના મતે દહીંમાં વિટામીન અને પ્રોબાયોટીક્સ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેના કારણે ઠંડા વાતાવરણમાં દહીં ખાવાથી તમે બીમાર નહીં થાવ, બલ્કે રોગ તમારાથી દૂર ભાગવા લાગશે. પણ હા, જો તમને પહેલાથી જ શરદી થઈ રહી હોય તો તમારે દહી ખાવાનું ટાળવું જોઈએ
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ દહીં ન ખાવું જોઈએ
લોકોના મતે, સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ શિયાળામાં દહીંનું સેવન ન કરવું જોઈએ, કારણ કે બાળક બીમાર થઈ શકે છે, પરંતુ આ માત્ર એક માન્યતા છે. નિષ્ણાતો કહે છે કે શિયાળામાં દહીંનું સેવન કરવાથી માતા અને બાળક બંનેને શરદી અને કફની શક્યતાઓ ઘટી જાય છે. દહીંમાં રહેલા બેક્ટેરિયા માતા અને બાળક માટે ફાયદાકારક માનવામાં આવે છે.
શું રાત્રે દહીં ખાવું નુકસાનકારક છે?
તમે ક્યારેક સાંભળ્યું જ હશે કે રાત્રે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક નિષ્ણાતોના મતે, દહીંનું સેવન રાત્રે ભોજન સાથે કરવું જોઈએ, કારણ કે તેમાં એમિનો એસિડ હોય છે જે આપણા મગજ માટે સારું છે. પરંતુ વૃદ્ધ અને બીમાર લોકોએ રાત્રે દહીં ન ખાવું જોઈએ, જેના કારણે શરીરમાં દુખાવો શરૂ થઈ શકે છે. આ સિવાય કોઈપણ ઋતુમાં તાવમાં દહીંનું સેવન ન કરવું જોઈએ. દૂધ સાથે દહીં ક્યારેય ન લેવું.
દહીંના ફાયદા
- દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી તે શરીરના હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
- દહીંમાં પ્રોટીનની માત્રા ઘણી વધારે હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- દહીં શરીરમાં પાચન સાથે જોડાયેલી દરેક સમસ્યાને દૂર કરે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
- દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તે ગેસ બનતા અટકાવે છે. દહીંના સેવનથી તણાવ પણ ઓછો થાય છે.
આ પણ વાંચો : આ ફૂડ્સનુ કરો સેવન, કબજિયાતની સમસ્યા માટે છે રામબાણ ઈલાજ
Share your comments