દેશમાં મંદિરોની સાથે ઘરોમાં પણ કળશ સ્થાપના કરીને લોકો માતાની પૂજા અર્ચના કરે છે. હવે 9 દિવસ સુધી માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન જે લોકો ઉપવાસ કરે છે તે તો ફળ અને ફરાળી જ ખાશે પરંતુ જે લોકો ઉપવાસ નથી કરતા એ લોકો પણ આ નવ દિવસ સાત્વિક ભોજન જ કરે છે. ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ પણ નથી કરતા તો માસાહાર તો ખૂબ દૂરની વાત છે. શું છે એનું કારણ આવો જાણીએ.
ડુંગળી ન ખાવાના કારણો
- શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લસણ અને ડુંગળી જુનૂન, ઉત્તેજના અને અજ્ઞાનતામાં વધારો કરે છે જેનાથી આધ્યાત્મિક્તાના માર્ગ પર ચાલવામાં મુશ્કેલી પડે છે. આ જ કારણથી નવરાત્રિ દરમિયાન જે લોકો ઉપવાસ નથી પણ કરતા તે પણ સાત્વિક ભોજન લે છે.
- ડુંગળી અને લસણ ખાવાથી શરીરમાં ગરમી વધે છે જેના કારણે મનમાં કેટલાય પ્રકારની ઈચ્છાઓ જન્મ લે છે. આ પ્રકારની ઈચ્છાઓના કારણે વ્યક્તિ પૂજા પાઠના રસ્તા પરથી ધ્યાન ગુમાવી બેશે છે.
- ડુંગળી અને લસણ ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે જેથી આ 9 દિવસ દરમિયાન ડુંગળી અને લસણ ખાવામાં આવતું નથી.
- ડુંગળી અને લસણને અપવિત્ર માનવામાં આવે છે માટે ક્યારેય ભગવાનના ભોગમાં લસણ ડુંગળીનો ઉપયોગ થતો નથી.
- કહેવામાં આવે છે કે જે લસણ અને ડુંગળી ખાય છે તેમનું શરીર રાક્ષસસોની જેમ મજબૂત તો થઈ જાય છે પણ તેમની બુદ્ધિ અને વિચાર દૂષિત થઈ જાય છે.
(નોટ: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. કૃષિ જાગરણ આની પુષ્ટી કરતું નથી)
Share your comments