ઇન્સ્યુલિન રક્તમાંથી ગ્લુકોઝને કોષોમાં ખસેડવામાં મદદ કરે છે. ગ્લુકોઝનો ઉપયોગ શક્તિ માટે કરવામાં આવે છે. એવામાં જ્યારે શરીર પુરતા પ્રમાણમાં ઈંસુલિનનુ ઉત્પાદન ન કરે તો તેનાથી લોહીમાં ગ્લુકોઝનુ સ્તર વધી જાય છે. જેમ-જેમ લોહીમાં ગ્લુકોઝ અથવા સુગરનું સ્તર વધે છે, ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસનુ જોખમ પણ વધે છે, પરંતુ આ બન્ને એક બીજાથી અલગ-અલગ હોય છે. તો આવો મુંબઈના એન્ડોક્રિનોલોજિસ્ટ, ડાયાબિટોલોજિસ્ટ ડૉ. અલ્તમેશ પાસેથી વિગતવાર જાણીએ ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ વચ્ચે શું તફાવત છે?
પ્રી-ડાયાબિટીસ શું છે?
પ્રી-ડાયાબિટીસને બોર્ડર લાઈન ડાયાબિટીસ પણ કહેવાય છે. પ્રી-ડાયાબિટીસમાં લોહીમાં સુગરનુ પ્રમાણ સામાન્યથી વધારે હોય છે, પરંતુ એટલું નહીં કે ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર કરવી પડે, જ્યારે કોઈ વ્યક્તિ બોર્ડરલાઈન ડાયાબિટીસ સ્તરે તેના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, ત્યારે તે ડાયાબિટીસને વધતો અટકાવી શકે છે.
પ્રી-ડાયાબિટીસના લક્ષણ
જ્યારે કોઈ વ્યક્તિ બોર્ડરલાઈન ડાયાબિટીસ સ્તરે તેમના સ્વાસ્થ્યની કાળજી લે છે. તો તે ડાયાબિટીસને વધતો અટકાવી શકે છે. પ્રી-ડાયાબિટીસના દર્દીઓને દવાઓની જરૂર નથી પડતી. તેઓ તેમની જીવનશૈલીમાં સારા ફેરફારો કરીને ડાયાબિટીસના લક્ષણોને પૈદા થતા અટકાવી શકે છે.
આ પણ વાંચો:સાંધાના દુખાવાને દૂર કરશે આ 3 ફળ, જાણો તેની ખાસિયત
ડાયાબિટીસ શું છે?
ડાયાબિટીસ આજકાલ એક સામાન્ય બીમારી બની ગઈ છે. ઘણા લોકો ડાયાબિટીસની બીમારીનો સામનો કરી રહ્યા છે. ડાયાબિટીસના રોગમાં વ્યક્તિનુ
બ્લડ સુગર લેવલ વધી જાય છે, જ્યારે શરીરમાં ઈંસુલિન યોગ્ય રીતે કામ કરતુ નથી ત્યારે ડાયાબિટીસના લક્ષણો દેખાવા લાગે છે. ડાયાબિટીસ અન્ય રોગોનુ કારણ પણ બની શકે છે. ડાયાબિટીસ કિડનીની સમસ્યા, હૃદય રોગ વગેરેનુ કારણ બની શકે છે. તેવામાં ડાયાબિટીસના લક્ષણોની અવગણના કરવી યોગ્ય નથી. તમારે આ સ્થિતિમાં તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ડાયાબિટીસના લક્ષણ
- વધારે તરસ લાગવી
- વધારે ભુખ લાગવી
- ઘા રૂઝાવામાં વધારે સમય લાગવો
- નબળી દ્રષ્ટિ
- હાથ અને પગમાં કળતરા થવી
ડાયાબિટીસ અને પ્રી-ડાબિટીસ વચ્ચે અંતર
1.ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ
જ્યારે ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ 100 થી 125એમજી/ ડીએલની વચ્ચે હોય છે, તો આ પ્રી-ડાબિટીસના લક્ષણ છે, ત્યાં જ જો આ 126 એમજી /ડીએલથી વધારે હોય તો આ સ્થિતિ ડાયાબિટીસની હોય છે.
ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝમાં જમ્યા વગર વ્લડ સુગર લેવલની તપાસ કરવામાં આવે છે. આ તપાસ જમ્યાના 8 કલાક પછી કરવામાં આવે છે. આ તપાસ સવારે ખાલી પેટે કરવામાં આવે છે.
2.પોસ્ટપ્રાન્ડિયલ ગ્લુકોઝ
પોસ્ટપ્રાન્ડિયલ ગ્લુકોઝમાં જમ્યાના 2 કલાક પછી બ્લડ સુગર લેવલની તપાસ કરવામાં આવે છે. જો પોસ્ટપ્રાન્ડિયલ ગ્લુકોઝ 140 થી 199 એમજી/ડીએલની વચ્ચે હોય તો તે પ્રી-ડાયાબિટીસ હોય છે. ત્યાંજ જો 200એમડી/ડીએલથી વધારે હોય તો તે ડાયાબિટીસ હોય છે. આ સ્થિતિમાં વ્યક્તિમાં ડાયાબિટીસના લક્ષણો જોવા મળે છે.
3.ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન
ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિનમાં વ્યક્તિના 2 થી 3 મહિનાના બ્લડ સુગર લેવલની સરેરાશ ટકાવારી કાઢવામાં આવે છે. જો આની ટકાવારી 5.7 થી 6.4 ની વચ્ચે આવે તો આ પ્રી-ડાયાબિટીસ હોય શકે છે. 6.5 અથવા તેનાથી વધારે ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન ડાયાબિટીસના લક્ષણ હોય છે. પ્રી-ડાયાબિટીસ અને ડાયાબિટીસ બન્ને અલગ-અલગ ટર્મ હોય છે. પ્રી-ડાયાબિટીસમાં ડાયાબિટીસ હદ બહાર હોય છે, એટલે કે જો આ સ્થિતિમાં યોગ્ય જીવનશૈલી અપનાવવામાં ન આવે તો ડાયાબિટીસની સ્થિતિ ઊભી થઈ શકે છે. પ્રી-ડાયાબિટીસ ડાયાબિટીસનો એક સંકેત હોય છે. આ સ્થિતિમાં જીવનશૈલી અને ખાન પાનમાં સારો બદલાવ કરવો જોઈએ જેથી ડાયાબિટીસના લક્ષણોને વધતા રોકી શકાય.
આ પણ વાંચો:કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો, ઈમ્યુનિટી વધારવા માટે આ વસ્તુઓ ખૂબ જ જરૂરી
Share your comments