આજના જમાનામાં મોટા ભાગના લોકોને જંક ફૂડ ખાવાની લત લાગી ગઈ છે અને જેના કારણે લોકોના શરીરમાં મોટાપો આવતો જાય છે અને બાદમાં પછી વજન ઘટાડવા અનેક કસરતો કરે છે તેમ છતા પણ તેમની બોડી પર કોઈ પણ જાતનો ફરક પડતો નથી તો આજે અમે તમને એ જણાવીશુ કે જે લોકો પોતાનો વજન ઉતારવા માંગે છે તેને સવારે વહેલા ઉઠીને આ પાંચ કામ કરો
વજન ઘટાડવા કરો આટલુ
- સવારે ઉઠતા સમયે ઓછામાં ઓછા બે ગ્લાસ પાણી પીવો.
- પાણી સામાન્ય અથવા નવશેકું હોવું જોઈએ.
- ફ્રિજમાં રાખેલું પાણી તમને નુકસાન પહોંચાડે છે.
- સવારે ખાલી પેટ પર લીંબુ, મધ અને એક ચપટી તજ પાવડર ગરમ પાણીમાં મેળવી પીવાથી વજન ઓછું થાય છે.
- તેમાં એન્ટીઓકિસડન્ટો ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે જે ચયાપચયને મજબૂત રાખે છે.
- કઢીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે.
- તમે તેના પાન ચાવવા અને ગરમ પાણી પણ પી શકો છો.
- તે શરીરમાં ઝેર મુક્ત કરે છે અને બ્લડ સુગર પણ નિયંત્રણમાં રહે છે.
- જીરુંને પાણીમાં ઉકાળો અને તેમાં લીંબુનો રસ નાખીને પીવો.
- જો તમે ઈચ્છો છો, તો તમે જીરુંને રાત્રે જ પાણીમાં પલાળી શકો છો.
- જીરુંમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ ચયાપચયને લાભ આપે છે.
- વજન ઓછું કરવા માટે મેડિટેશન પણ જરૂરી છે
- આ તમારું વજન ઘટાડવાની સાથે તાણમાં રાહત પણ આપી શકે છે.
- સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ધ્યાન કરવું તે યોગ્ય છે.
Share your comments