આ સમય દરમિયાન તમારી જાતને ફિટ રાખવી ખૂબ જ જરૂરી છે. હાલમાં જોઈએ તો ઓનલાઈન યોગા ક્લાસનું ચલણ વદ્યુ છે લોકો ફિટનેશને લઈને જાગૃત થઈ રહ્યા છે. વધુને વધુ લોકો ફિટનેસ જાળવી રાખવા અલગ અલગ પદ્ધતિ અપનાવી રહ્યા છે. કેટલાક સમયથી વર્ચ્યુઅલ ફિટનેસનું વલણ ખૂબ લોકપ્રિય બન્યું છે.
કોરોના વાયરસની બીજી લહેરની તારાજી બાદ વધુ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. આ રોગચાળાને કારણે, આપણી જીવનશૈલીમાં ઘણા ફેરફારો આવ્યા છે.
ડિજિટલ ટ્રેન્ડ
મોટાભાગના લોકો ડિજિટલ ટ્રેન્ડને અનુસરીને સ્ક્રીન સામે બેસીને યોગ અને કસરત કરે છે.
ઇન્ડોર વર્કઆઉટ્સ અને કાર્ડિયો એક્સરસાઇઝ કરવાનો ટ્રેન્ડ પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે.
ઓનલાઇન યોગ
- કોરોના રોગચાળામાં માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી વધારવા માટે ઓનલાઇન યોગનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
- મોટાભાગના લોકો ઓનલાઈન યોગ કલાસીસમાં જોડાઈ રહ્યા છે.
- યોગ તણાવ અને હતાશા દૂર કરવામાં મદદ કરે છે.
- આ ઉપરાંત, તે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે.
- યોગ કરવાથી તમે ઘણા રોગોથી પણ દૂર રહો છો.
સોશિયલ મીડિયાનો કલાસીસ
- ઘણા ફિટનેસ ટ્રેનર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે કરી રહ્યા છે.
- વિડીયોમાં ઘરે સરળતાથી કરવામાં આવતી કાર્ડિયો એક્સરસાઇઝ વિશે જણાવે છે.
- ઇન્સ્ટાગ્રામ ચેનલ પર ફિટનેસ ટ્રેનર્સના વિડીયો સરળતાથી જોઈ શકો છો.
ફિટનેસ એપ્લિકેશન
- આ દિવસોમાં વર્ચ્યુઅલ ફિટનેસ એપ ટ્રેન્ડમાં છે.
- તમારે ફક્ત એપ્લિકેશનમાં સાઇન ઇન કરવાનું છે અને ફિટનેસ તમારાથી માત્ર એક ટેપ દૂર છે. તમારે આ માટે ભારે જિમ સાધનોની જરૂર નથી, ફક્ત એપ્લિકેશનમાં બતાવવામાં આવે એ પ્રમાણે કાર્ડિયો કસરતો કરવાની જરૂર છે.
ઘરે જાતે જિમ કરો
- જો તમને ઓનલાઈન સ્ટ્રીમિંગ બહુ પસંદ ન હોય તો તમે ઘરે જિમ કરી શકો છો.
- તમે જિમ ગયા વગર વર્કઆઉટ સેશન કરી શકો છો.
- તમે સ્ટેનરી બાઇક, ટ્રેડમિલ, વેટ અને ડબલ સેટ પસંદ કરી કસરતો કરીને તમારી જાતને ફિટ રાખી શકો છો.
Share your comments