વરસાદની સીઝનમાં હાડકામાં દુખાવો વધી જવો એ સામાન્ય વાત છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઘણા લોકો સાંધાના દુખાવાને લઈને બૂમો પાડતા હોય છે. સાંધાનો દુખાવો થવાને કારણે લોકોને રોજ બરોજની દૈનિક ક્રિયા કરવી પણ મુશ્કેલ પડી જાય છે.
આરોગ્ય નિષ્ણાંત
આરોગ્ય નિષ્ણાંતોનું કહેવુ છે કે, બદલાતા હવામાન અને સાંધાના દુઃખાવા થવાની સમસ્યા થતી હોય છે. ઠંડા હવામાનમાં, લોકો સાંધાનો દુઃખાવો, સ્નાયુઓમાં તાણ અને ક્રોનિક ઈજાના દુઃખાવા થાય છે. વરસાદના કારણે વાતાવરણ ભેજ વાળુ બની જાય છે અને ભેજ વાળા વાતાવરણમાં રહેવાથી શરીરનું લોહી જાડુ બની જાય છે અને જો લોહી જાડુ હોય તો બ્લડ પ્રેશર પણ વધી જાય છે જેના કારણે ડીહાઇડ્રેશન થાય છે અને તેથી જ ચોમાસાની ઋતુમાં સાંધાના દુખાવાની સમસ્યા વધારે લોકોમાં જોવા મળે છે.
સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા કરો આટલુ
એસી ચલાવવાનું ટાળો
- જે લોકોને હાડકાં કે સાંધામાં દુઃખાવાની શક્યતા વધારે છે, તેમણે એર કંડીશન ચાલુ કરીને ન સૂવુ જોઈએ.
- નિષ્ણાતોના મતે એસીમાં સૂવાથી સાંધાનો દુઃખાવો વધી શકે છે જે કેટલાક લોકોને અસર કરે છે કેટલાકને અસર કરતા નથી
શારીરિક રીતે સક્રિય રહો
- સાંધાનો દુઃખાવો અને સ્નાયુઓની જડતા દૂર કરવા માટે વ્યાયામ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે.
- સવારે ચાલવા જવાથી Pilates, મસલ સ્ટ્રેચ, યોગ, પગની કસરત, એરોબિક્સ, સટ્રેન્થ ટ્રેનિંગ અને સાયકલિંગ સાંધાને સારી સ્થિતિમાં રાખે છે.
- શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાથી સાંધા પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં, સારા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લીધા પછી કસરત કરો.
હોટ કોલ્ડ કોમ્પ્રેસ મદદરૂપ
- સોર મસલ્સ અને સાંધાના દુઃખાવામાં હોટ કોલ્ડ કોમ્પ્રેસ મદદરૂપ થઈ શકે છે.
- નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારમાં તેલ લગાવવાથી અને હળવા હાથે માલિશ કરવાથી પણ આ સમસ્યા ઓછી થઈ શકે છે.
સંતુલિત આહાર લો
- હાડકાં અને સાંધાઓની મજબૂતાઈ માટે સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે.
- તમારા આહારમાં વિટામિન ડી અને ઇનો સમાવેશ કરો.
- વિટામિન ઇ ફ્રી રેડિકલ સામે લડવાથી શરીરને બચાવવા માટે અસરકારક સાબિત થાય છે. તે જ સમયે, શરીરમાં વિટામિન ડી અને બી 12ના અભાવને કારણે, નિષ્ક્રિયતા આવી શકે છે અને સાંધામાં દુઃખાવો થઈ શકે છે.
- શરીરમાં સોજો અને પાણીની જાળવણી ઘટાડવા માટે સોડિયમનું સેવન મર્યાદિત કરો.
આ વસ્તુઓને આહારમાં સામેલ કરો
- નટ્સ, એવોકાડો, બેરી, લીલા શાકભાજી, બીજ, માછલી, આખા અનાજ, બદામ, અખરોટ, અળસીના બીજ, તલ, સૂર્યમુખીના બીજ, પનીર, ઇંડા, મશરૂમ્સ અને રાજમા ખાઈ શકાય છે.
- આ સિવાય ગરમ સૂપ અને પુષ્કળ પાણી પીવાથી પણ ફાયદો થશે.
Share your comments