વિટામિન B12 શરીરમાં સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્દી રાખવા માટે છે તો ચાલો આજે જાણીએ કે વિટામિન B12 વિશે વિગતે
આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામીન લેવા જોઈએ જો શરીરમાં કોઈ એક વિટામીનની ઉણફ ઉભી થાય તો આપણા શરીરમાં અશક્તિ આવી જાય છે અને બિમાર પણ પડી જવાય છે જેમ શરીરના અલગ અલગ ભાગોને સ્વસ્થ રાખવા માટે અલગ અલગ વિટામિનની જરૂર પડે છે તેવી જ રીતે શરીરમાં સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્દી રાખવા વિટામિન B12 ની જરૂર પડે છે જો શરીરમાં વિટામિન B12ની ઉણપ પેદા થાય તો આપણા શરીરમાં સર્કયલર સિસ્ટમ ખોરવાઈ જાય છે અને શરીર નર્વસ થઈ જાય છે. તમે વિટામીન B12 ની ઉણપ ઘણા ખાદ્ય પદાર્થોથી પૂરી કરી શકો છો. ચાલો આજે તમને જણાવીએ કે કયા પ્રાકૃતિક સોર્સથી આ વિટામીનની ઉણપ પૂરી થઇ શકે છે.
વિટામીન B12 ની ઉણફ થતા શરીરમાં ઉથી થનારી શારીરિક બીમારી
- ઝડપી વજન ઉતરવું
- માંસપેશીઓ નબળી પડી જવી.
- ત્વચાનો રંગ પીળો પાડવા લાગવો.
- એનીમિયાનો શિકાર થવું.
- ચેતા પર અસરને કારણે, ભ્રમની સ્થિતિ ઉભી થવી.
વિટામીન B12 નીચે જણાવેલ ખોરક ખાવાથી મેળવી શકાય છે
ઈંડા
વિટામીન B12 માટે ઈંડા ફાયદાકારક માનવામાં આવે છે.
જો દિવસમાં તમે 2 ઈંડા ખાઓ છો તો રોજની જરૂરીયાતના 46 ટકા વિટામીન B12 ની ઉણપ પૂરી થઇ શકે છે.
ઈંડા ખાવાથી શરીરમાં ઘણા અન્ય પોષક તત્વોની ઉણપ પણ પૂરી થઇ શકે છે.
ચિકન
- જો તમે માંસાહારી આહાર ખાઓ છો તો તમને તેમાંથી વિટામીન B12 મળી શકે છે.
- ચિકન ખાઈને તમે વિટામીન B12ની ઉણપ પૂરી કરે છે.
ઝીંગા
- જો તમે માંસાહારી છો તો તમે ઝીંગા ખાઈ શકો છો.
- આમાંથી ઘણી માત્રામાં વિટામીન B12 મળે છે.
સાલ્સ માછલી
- માછલી પણ વિટામીન B12 માટે ઘણો સારો સ્ત્રોત છે.
- સાલ્સ માછલીનું સેવન વિટામીન B12 જરૂરીયાત ધરાવતા લોકો કરી શકે છે.
દહીં
- વિટામીન બીના કોમ્પ્લેક્સ B2, B1 અને B12 તમને દહીંમાંથી મળી જાય છે.
પનીર
- સ્વિસ પનીરમાંથી તમને વિટામીન B12 મળે છે.
સોયાબીન
- સોયાબીનમાં વિટામીન B12 ભરપુર માત્રામાં મળે છે.
- સોયામિલ્ક, ટોફૂ, કે સોયાબીનની શાકભાજી ખાઈ શકો છો.
બ્રોકલી
- બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે.
- વિટામીન B12 માટે તમે આણે ખાઈ શકો છો.
- બ્રોકલીમાં વિટામીન B12 સાથે આમાંથી હિમોગ્લોબીન અને અનેક તાત્વી હોય છે.
ઓટમીલ
- ઓટ્સ નાસ્તામાં ખુબ ખવાય છે. તેમાંથી ભરપુર ફાયબર અને વિટામીન મળે છે.
- ઓટ્સમાં B 12 ની ઘણી માત્રા હોય છે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ કે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
Share your comments