સામાન્ય રીતે શરીરમાં પ્રોટીનની ઉણંફ પૂરી કરવા માટે ઈંડા, માછલી, ડેરી પ્રોડક્ટ્સ વગેરેની સલાહ આપે છે, કારણ કે આ વસ્તુ હાઈ પ્રોટીન ફૂડની શ્રેણીમાં આવે છે. પરંતુ જો તમને ડેરી પ્રોડક્ટ ઓછી ભાવે છે અને શરીરમાં પ્રોટીનની ઉણફને પૂરી કરવા માંગો છો? તો ચાલો આજે તમને જણાવીએ કે કેવી રીત શરીરમાં પ્રોટીનની ઉણફ પૂરી કરી શકાશે ?
જે લોકો શુદ્ધ શાકાહારી છે અને પોતાના ભોજનમાં માસ, મચ્છી કે ઈંડા ખાતા નથી તે લોકો આ પાંચ વસ્તુનું સેવન કરીને શરીરમાં પ્રોટીનની ઉણફને પૂરી કરી શકે છે જેમા સોયાબીન, બદામ, ટોપુ, મગફળીનો સમાવેશ થાય છે
બદામ
- બદામમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો પણ તેમાં જોવા મળે છે
- આ ત્તવો શરીરને ઉર્જા આપવાની સાથે પ્રોટીન વધારવાનું કામ કરે છે.
- ત્વચા, મન અને વાળ સિવાય બદામને શરીર માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે.
- દરરોજ પલાળેલી બદામ ખાઈ શકો છો, અથવા બદામના માખણના રૂપમાં તેનું સેવન કરી શકો છો.
મગફળી
- 100 ગ્રામ મગફળીમાં લગભગ 26 ગ્રામ પ્રોટીન હોય છે.
- મગફળીને તમારા આહારમાં ઘણી રીતે સમાવી શકાય છે.
- તે ખૂબ જ અસરકારક છે.
- તેને નાસ્તા તરીકે ખાઈ શકો છો, અથવા તમે તેને ખાદ્ય ચીજોમાં ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
- ઉનાળામાં મગફળીને બદામની જેમ પલાળીને ખાઈ શકાય છે.
- પીનટ બટરનું પણ સેવન કરી શકો છો.
ટોફુ
- જો તમને ડેરી પ્રોડક્ટ્સ પસંદ નથી, તો પછી તમે ટોફુ દ્વારા શરીરમાં પ્રોટીનની અછતને દૂર કરી શકો છો.
- ટોફુ પનીરનો એક પ્રકાર છે જે સોયા મિલ્કમાંથી તૈયાર કરવામાં આવે છે.
- તે ખૂબ નરમ અને ક્રીમી છે.
- 90 ગ્રામ ટોફુમાંથી લગભગ 10 ગ્રામ પ્રોટીન મળી શકે છે.
- સોયા મિલ્ક દ્વારા પ્રોટીનની ઉણપ પણ પૂરી કરી શકો છો.
સોયાબીન
- સોયાબીનમાં લગભગ 46 ટકા પ્રોટીન જોવા મળે છે.
- તેમાં ફાઇબર, મિનરલ્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન એ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.
- સોયાબીનને આહારમાં સામેલ કરવાથી, માત્ર પ્રોટીનની ઉણપ જ નહીં, પણ અન્ય પોષક તત્વોની ઉણપ પણ પૂરી કરી શકાય છે.
- સોયાબીનમાં રહેલા અસંતૃપ્ત ચરબી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. વધુમાં, તે ઓસ્ટીયોપોરોસિસનું જોખમ પણ ઘટાડે છે.
જો શરીરમાં પ્રોટીનનું યોગ્ય સ્તર જાળવવું હોય તો દરેક વ્યક્તિએ રોજિંદા આહારમાં કઠોળ લેવો જ જોઇએ. એક વાટકી દાળમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે. દાળને ઘણી રીતે આહારમાં સમાવી શકાય છે.
Share your comments