સોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે.
સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે.
આજે પણ સોયાબીન દરરોજ ના ભોજન માં તેનું વિશેષ સ્થાન બનાવી શકયું નથી. સોયાબીન ઉત્પાદન કરવાવાળા ખેડૂત પરિવારો પણ ઉપયોગ થી અજાણ છે. ઉત્પાદન કરીને ખેડૂત બધુ સોયાબીન બજારમાં વેચી નાખે છે. સોયાબીન ઉપર પ્રક્રિયા કરીને ખાધ્ય પદ ર્થો બનાવવામાં આવે તો આપણે આપણાં ઘરમાં ઉપયોગ કરવાની સાથે સાથે ઘર આંગણે ઉધોગ પણ ચાલુ કરી શકીએ છીયે. જો સોયાબીન દૈનિક જરૂરી પોષક તત્વોની પૂર્તિની સાથે દેશ માં વ્યાપેલ કૂપોષણ જેવી ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદ મળે.
સોયાબીન નો ઉપયોગ:
પ્રોટીન ની માત્રા જોતાં સોયાબીન આપણા દૈનિક જીવન માં પોષક આહારમાં વિશેષ યોગદાન રહેલ છે. ભોજનમાં તેનો ઉપયોગ ઘણી રીતે કરી સકાય છે, જેમ કે સોયાબીન નો લોટ, સોયાબીન નું દૂધ, દહી, માખણ, પનીર, દાળ, પાપડ, વડી, નમકીન વગેરે...
સોયાબીનના ઉપયોગ માં રાખવાની સાવધાની :
સોયાબીન માં મળનાર જુદા જુદા પૌષ્ટિક તત્વોની સાથે “ત્રિપ્સીન ઇન્હિબિટર” નામનું તત્વ પણ મળે છે. જે વ્યક્તિ ના શરીર માં પાચન માં મુશ્કેલી ઊભી કરે છે. તથા નાડી અને માંસપેશી ઑ માં વિકાર ઉત્પન્ન કરે છે. તે માટે સોયાબીન નો ઉપયોગ કરતાં પહેલા 10 થી 12 કલાક પાણીમાં પલાળી અથવા 20 મિનટ સુધી 100ફે. તાપમાન માં ઉકાળી ને ખોરાક માં લેવું જોઈએ.
સોયાબીનનો લોટમાં ઉપયોગ:
સોયાબીન નો પ્રમાણ સર માત્રમાં ઘઉં સાથે મિક્ષ કરીને લોટ બનાવીને આહાર માં લઈ સકાય છે.
સામગ્રી:
સોયાબીન- 1 કિલો ઘઉં- 10 કિલો રીત:
(1) સોયાબીન ને 20 મિનિટ 100 ફે. તાપમાન માં ઉકાળો અથવા 10 થી 12 કલાક પાણી માં પલાળવા.
(2) 2 થી 3 દિવસ સુધી તાપમાં સુકવવા.
(3) સુકાયેલા સોયાબીન ને ઘઉં સાથે દળવા અને ઉપયોગ માં લેવા સ્વાદ વધારવા માટે સોયાબીન ને સુકાવ્યા બાદ થોડા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકીને ઉપયોગ માં લઈ સકાય છે.
માહિતી સ્ત્રોત - ડૉ.હંસા ગામી વિષય નિષ્ણાંત( ગૃહ વિજ્ઞાન) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર,ગીર સોમનાથ
Share your comments