ઘણી વખત એવુ પણ થતુ હોય છે કે કેટલાક શાકભાજી પાકતા નથી અને કાચા રહી જાય છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જો તમે અમુક ખાત શાકભાજીઓને કાચું અથવા અરધુ પાકેલુ ખાવ છો તો તેનાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચે છે. આ અરધા પાકેલ શાકભાજી અમુકવાર ઝેર સમાન બની જતા હોય છે તો આજે આપણે એ જાણીશુ કે જ્યારે આપણે રસોઈ કરતા હોઈએ અને અમુક શાકભાજી ચળતા નથી એવા ક્યા શાકભાજી છે કે જે આપણે અધકચરા પાકેલ હોય તે ન ખાવા જોઈએ.
બટાકા
- બટાકામાં જ્યારે સ્પ્રાઉટ અથવા તેમાં ગ્રીન સ્પોટ આવવા લાગે તો આવા બટાકાને ન ખાવા જોઈએ.
- તેમાં Solanine ઉત્પન્ન થવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.
- તેનાથી માથામાં દુઃખાવો, ઉબકા, ડાયરિયાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત આ જીવલેણ પણ થઈ શકે છે.
રિંગણ
- રિંગણને પણ કાચુ ન ખાવું જોઈએ. તેનું કારણ એ છે કે અધકચરૂ ખાવાથી તમને રિંગણનો સંપૂર્ણ ફાયદો ન મળે.
- રિંગણમાં પણ બટાકાની જેમ Solanine ઉત્પન્ન થાય છે. જે ટોક્સિક અસર ધરાવે છે.
- અમુક લોકો પર તેનું ટોક્સિત અસર નથી કરતું.
- ધણા લોકો તેને કાચુ અથવા અધકચરૂ ખાય છે. પરંતુ જો તમને Solanineથી એનર્જી થાય છે તો તમને Gastrointestinal Distressની સમસ્યા હોઈ શકે છે. તેને ખાતી વખતે સાવધાની રાખો.
દુધી
- દુધીને હંમેશા રાંધીને જ ખાવી જોઈએ તેને રાંધીયા વગર ખાવાથી પેટ સાથે સંબંધિ સમસ્યા થઈ શકે છે.
- કાચી રહેવા પર તે ટોક્સિક થઈ જાય છે.
- કાચી દુધીનો જૂસ અને કાચા ફોર્મમાં ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ નુકસાન થાય છે.
એક્સપર્ટ્સની સલાહ છે કે શાકભાજીને કાચી ખાવાથી પેટ અને ડાયજેસ્ટિવ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી અલ્સર અને અમુક કેસોમાં મલ્ટી ઓર્ગેન ડેમેજનો પણ ખતરો રહે છે. તેમાં પણ જો તેનો કડવો ટેસ્ટ આવી રહ્યો છે તો તે ઝેર સમાન જ હોઈ શકે છે.
આ પણ વાંચો - નવરાત્રિના 9 દિવસ ડુંગળી અને લસણ કેમ ના ખાવું જોઈએ
આ પણ વાંચો - ભૂલથી પણ ન મુકતા આ શાકભાજીને ફ્રિજમાં, આવી શકે છે આ ગંભીર પરિણામો
Share your comments