Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કોરોનાકાળમાં શાકભાજીને સાફ કરવા માટે આ વ્યક્તિએ શોધ્યો અનોખો જુગાડ

હવે એક વ્યક્તિએ શાકભાજીને જંતુમુક્ત કરવા માટે એક અજીબ રીત શોધી કાઢી છે. આ વ્યક્તિ પ્રેશર કુકરની વરાળથી શાકભાજીને સાફ કરી રહી છે. તેના આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
પ્રેશર કુકરની વરાળથી શાકભાજીને સાફ કરી
પ્રેશર કુકરની વરાળથી શાકભાજીને સાફ કરી

કુકર ગરમ થવા પર જ્યારે તેમાંથી વરાળ નીકળે છે ત્યારે પાઈપની મદદથી આ વરાળથી તે શાકભાજીને શાફ કરી રહ્યા છે. ભારતમાં લોકો કોઈને કોઈ પરેશાનનું સમાધાન અથવા કોઈ મુશ્કેલ કામને સરળતાથી કરવા માટે કોઈ જુગાડ ટેકનીકનો ઉપયોગ કરતાં જોવા મળે છે. કોરોના વાયરસ મહામારીના સમયમાં પણ આ પ્રકારના જુગાડ જોવા મળી રહ્યા છે. હવે એક વ્યક્તિએ શાકભાજીને જંતુમુક્ત કરવા માટે એક અજીબ રીત શોધી કાઢી છે. આ વ્યક્તિ પ્રેશર કુકરની વરાળથી શાકભાજીને સાફ કરી રહી છે. તેના આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આઈએએ, સુપ્રિયા સાહૂએ પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કર્યો. તેમાં આ વ્યક્તિ પોતાની ખાસ ટેકનીકનો નમૂનો રજૂ કરી રહ્યો છે. પોતાના રસોડામાં જોવા મળતી આ વ્યક્તિ કુકિંગ સ્ટવ પર પ્રેશર કુકર રાખે છે અને તેની સીટી હટાવીને તેની જગ્યાએ એક પાઈપ લગાવી દે છે. કુકર ગરમ થવા પર જ્યારે તેમાંથી વરાળ નીકળે છે ત્યારે પાઈપની મદદથી આ વરાળથી તે શાકભાજીને શાફ કરી રહ્યા છે. વીડિયોમાં આ વ્યક્તિ બોલી પણ રહી છે કે ગરમ પાણીના ઉપયોગથી શાકભાજી ખરાબ થઈ શકે છે. પરંતુ વરાળની મદદથી હાથ લગાવ્યા વગર સરળતાથી શાકભાજી જંતુમુક્ત કરી શકાય છે.

પોતાની પોસ્ટમાં સુપ્રિયા સાહૂએ તેના વખાણ પણ કર્યા છે અને લખ્યું કે, શાકભાજીને જંતુમુક્ત કરવાાનો આ શાનદાર ભારતીય જુગાડ જુઓ. તેમણે સાથે જ લખ્યું કે, તેઓ આ ટેકનીની અસરને તો સાબિત નહીં કરી શકે, પંરતુ ભારત હંમેશા ચોંકાવે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More