ચીકુ ન માત્ર ખાવામાં સારૂ લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચીકું ખાવામાં જેટલું ટેસ્ટી છે તેટલું જ પાચન માટે પણ સારૂ છે. ચીકુમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટ્સ પણ જોવા મળે છે. ચીકુ ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.
જો તમારે ચહેરો ડલ અને બુઝાઈ ગયેલો રહે છે તો તમે ચીકુનો ઉપયોગ કરી શકો છો. ચીકુમાં વિટામીન E મળે છે. જે તમારી ત્વચાને હેલ્ધી બનાવે છે. ચીકુમાં એન્ટી એજિંગ એજન્ટ પણ જોવા મળે છે જે ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ ત્વચા પર ગ્લો લાવવાનું કામ કરે છે.
ચીકુ સાથે ચીકના બીજથી બનેલું તેલ પણ ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. આનો ઉપયોગ ત્વચા પરની ફોલ્લીઓ અને પિમ્પલ મટાડે છે. વિટામીન અને ખનીજથી ભરપૂર આ ફળ ગરમીમાં ત્વચાની ઘણી સમસ્યાઓનો ઉપચાર કરી શકાય છે.
ગરમીમાં ત્વચા સુકાઈ અને ડલ થઈ જાય છે. ત્યારે આ પેક ત્વચાની સમસ્યાઓની સારવાર કરશે. ચીકુ ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. તમે પણ ત્વચાને ગ્લોઈંગ અને જવાન રાખવા માંગો છો તો ચીકુના ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.
સામગ્રી
એક ચીકુ
એક ચમચી દૂધ
એક ચમચી બેસન
ફેસપેક બનાવવાની રીત
આ પેક તૈયાર કરવા માટે તમારે પહેલા બાઉલમાં એક ચમચી ચીકુનો માવો નાખો. તેમાં એક ચમચી દૂધ અને એક ચમચી ચણાનો લોટ લો. બાઉલમાં બધા ઘટકોને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો. પેક સુકાઈ ગયા બાદ ચેહરાને હળવા ગરમ પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં એક વખત આ ફેસપેકનો ઉપયોગ કરો.
Share your comments