હિમાલય વિસ્તારમાંથી મળી આવતી હિમાલયન વિયાગ્રા કીડા-જડી અથવા યારશાગુંબા હવે જોખમમાં છે. છેલ્લા 15 વર્ષની અંદર તેની ઉપલબ્ધતા વિસ્તારમાં 30 ટકા જેટલો ઘટાડો થયા બાદ તેને ઇન્ટરનેશનલ યૂનિયમ ફૉર કન્ઝરવેશન ઓફ નેચર (IUCN) એ તેને 'રેડ લિસ્ટ'માં સામેલ કરી દીધું છે. જાણકારી અનુસાર આ કીડા-જડીના જોખમ પાછળનું કારણ આ વિસ્તારમાં થઇ રહેલા માનવ હસ્તક્ષેપને માનવામાં આવી રહ્યું છે. એવામાં હવે તેના સંરક્ષણ માટે રાજ્ય સરકારની મદદથી કાર્યયોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
હિમાલયાન વિયાગ્રા નામની જાણિતી ફૂગ Ophiocordyceps sinensis નો બજાર ભાવ 20 લાખ રૂપિયા કિલો સુધીની છે. 9 જુલાઇએ જાહેર કરવામાં આવેલ રેડ લિસ્ટ અનુસાર આ જડી-બુટ્ટી જોખમમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. આ જડી લોકલ બજારમાં લગભગ 10 લાખ રૂપિયા કિલોમાં વેચાય છે. ચીનમાં તેની ખૂબ ડિમાન્ડ છે ત્યાં અને ઇન્ટરનેશનલ માર્કેટસમાં તેની કિંમત 20 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.
કેન્સર સહિત કેટલીય ગંભીર બીમારીઓમાં અસરકારક આ જડી-બુટ્ટી 3500 મીટરથી વધુ ઊંચાઇ ધરાવતા વિસ્તારમાં મળે છે. આ ભારત ઉપરાંત નેપાળ, ચીન અને ભૂટાનમાં હિમાલય અને તિબ્બતના પઠારી વિસ્તારમાં મળે છે. ઉત્તરાખંડમાં આ પિથૌરાગઢ, ચમોલી અને બાગેશ્વર જિલ્લાના ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાંથી મળી આવે છે. મે થી જુલાઇ વચ્ચે જ્યારે પર્વતો પરથી બરફ પીગળે છે ત્યારે સરકાર દ્વારા અધિકૃત 10-12 હજાર સ્થાનિક લોકો તેને નિકાળવા માટે ત્યાં જાય છે.
લગભગ બે મહિના રહીને તેને એકત્રિત કરવામાં આવે છે. ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરે જોશીમઠ વિસ્તારમાંથી તાજેતરમાં જાણવા મળ્યું છે કે આ કીડા-જડીનું ઉત્પાદન ઝડપથી ઘટી રહ્યું છે. છેલ્લા 15 વર્ષોમાં તેની ઉપલબ્ધતામાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
તેની ઉપજમાં ઘટાડો થવા પાછળનું કારણ વનસ્પતિનું ધીમે-ધીમે નષ્ટ થવું છે. કેટરપિલત જે વૃક્ષ-છોડનું સેવન કરતા હતા, તેના ન હોવાથી કેટરપિલરની વસતીમાં 14.8 ટકા સુધીનો ઘટાડો થયો છે. લોકોનું કહેવું છે કે હિમપાત અને કૉર્ડિસેપ્સની ઉપજ સાથે ગાઢ સંબંધ છે. બરફ વચ્ચે કીડા-જડી સારી રીતે વિકાસ પામે છે. લગભગ 15 વર્ષ પહેલા સુધી આ વિસ્તારમાં બરફનું સ્તર લગભગ 20થી 25 ફૂટ હોતું જે હવે માત્ર 10 થી 15 ફૂટ હોય છે.
શું છે આ કીડા-જડી?
આ એક પ્રકારનું જંગલી મશરૂમ છે, જે ખાસ પ્રકારના કીડા એટલે કે કેટરપિલર્સને મારીને તેની ઉપર વિકસિત થાય છે. આ કીડાનું વૈજ્ઞાનિક નામ કૉર્ડિસેપ્સ સાઇનેસિસ છે. જે કીડાના કેટરપિલર્સ પર તે વિકસિત થાય છે તેને હેપિલસ ફેબ્રિક્સ કહેવામાં આવે છે. સ્થાનિક લોકો તેને કીડા-જડી કહે છે. કારણ કે તે અડધો કીડો અને અડધી જડી-બુટ્ટી છે. ચીન અને તિબેટમાં તેને યારશાગુંબા પણ કહેવામાં આવે છે.
માત્ર સ્થાનિક લોકોને તેને બહાર કાઢવાનો અધિકાર છે
કીડાજડી નિકાળવાનો અધિકાર સંબંધિત પર્વતીય વિસ્તારના વન પંચાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને જ છે. ફોરેસ્ટ ગાર્ડના રિપોર્ટના આધારે ડીએફઓ તેના માટે પરવાનગી જાહેર કરે છે. કીડા જડી નિકાળ્યા બાદ લોકો તેને ફાર્માસ્યુટિકલ યુનિયન અથવા વન વિભાગમાં રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરને વેચે છે. ઉત્તરાખંડમાં ત્રણ જિલ્લામાં આ પ્રવૃત્તિ મારફતે લગભગ સાત-આઠ હજાર લોકોને આજીવિકા મળે છે.
કીડા-જડીને રેડ લિસ્ટમાં સામેલ કરવાનો હેતુ તેનું સંરક્ષણ કરવાનો છે. IUCNની રેડ લિસ્ટમાં કીડા-જડીની એન્ટ્રી થવાથી કેટલાય ગામના હજારો લોકોને અસર પડશે. તેઓ આ જડીને એકઠી કરીને ગુજરાન ચલાવતા હતા. IUCNની રેડ લિસ્ટ અનુસાર, કુલ 1,20,372માંથી 32,441 પ્રજાતિઓ લુપ્ત થવાના કગાર પર છે.
એશિયામાં 150 કરોડનો બિઝનેસ
કીડા-જડીની માંગણી ભારતની સાથે સાથે ચીન, સિંગાપુર અને હૉંગકોંગમાં વધારે છે. ત્યાંથી વેપારીઓ કીડાજડી લેવા માટે કાઠમાંડૂ અને ક્યારેક ક્યારેક ધારચૂલા સુધી પહોંચી જાય છે. એજન્ટના માધ્યમથી વિદેશી વેપારીઓ આ કીડા-જડી લગભગ 20 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે. માહિતી અનુસાર એશિયામાં દર વર્ષે કીડા-જડીનો લગભગ 150 કરોડનો બિઝનેસ થાય છે.
કેટલીય બીમારીઓમાં અસરકારક?
કીડા-જડીનો ઉપયોગ પ્રાકૃતિક સ્ટીરૉઇડ તરીકે કરવામાં આવે છે. જ્યાં અંગ્રેજી વાયગ્રાના ઉપયોગથી હૃદય કમજોર થવાનું જોખમ રહે છે ત્યાં આ જડીના ઉપયોગથી સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર પડતી નથી. કેન્સર જેવી બીમારીઓની સારવારમાં પણ આ જડી ઘણી અસરકારક માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, શ્વાસ અને કિડનીની બીમારીને ઠીક કરવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ આ જડી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે.
Share your comments