આંખો વગર જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. કેટલીક કલાકો સુધી આંખો બંધ કરી દેવામાં આવે તો જ આંખો નું મહત્વ આપણે સમજી શકીએ છીએ. શરીરના તમામ મહત્વપૂર્ણ અંગોમાં આંખો પણ સ્થાન ધરાવે છે. આખો ખૂબ નાજુક અંગ છે જેથી આપણે તેની કાળજી રાખવી જોઈએ. પ્રદૂષણ મુક્ત પર્યાવરણ ઘણા સમયથી આપણી આંખોને નુકશાન પહોંચાડી રહ્યું છે.
કોમ્પ્યુટર અને મોબાઈલનો સતત ઉપયોગ ન કરવો
સતત કોમ્પ્યુટર અને મોબાઈલ પર કામ કરી રહ્યા હોવ તો તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે. કોમ્પ્યુટર કે મોબાઇલની સ્ક્રીન માંથી નીકળતી અલગ અલગ કલરની લાઈટો આંખો માટે હાનિકારક છે. તો તમારે કામ કરવું હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લઈને કામ કરો અને આજુ બાજુ જોતા રહેવું કે જેથી કરીને આંખોમાં સતત રોસની ન પડે.
સ્ત્રીઓએ મેકઅપ ઉતારવામાં આળસ ન રાખવી
ઘણી વખત થાકના કારણે આંખોનો મેકઅપ ને કાઢવામાં આળસ આવે છે. મહિલાઓ આંખોમાંથી મેકઅપ હટાવ્યા વગર જ સૂઇ જાય છે. આ મેકઅપ તમારી આંખોની પાંપણોને ખરાબ કરી શકે છે.
તડતકામાં બહાર નિકળતા સમયે સનગ્લાસ પહેરવા
જો તમે તડકામાં સનગ્લાસ પહેર્યા વગર જ ફરી રહ્યા છો તો તમને નુકસાન થઈ શકે છે કારણ કે આવી સ્થિતિમાં સુરજ માંથી નીકળતા પારજાંબલી કિરણો તમારી આંખોને નુકસાન કરી શકે છે. જેથી જ્યારે પણ તડકામાં નીકળો ત્યારે સારી ક્વોલિટીના સન ગ્લાસીસ પહેરીને નીકળો. કારણ કે તે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પોટેટ કરી શકે તેવા હોવા જોઈએ જેનાથી આંખોમાં સમસ્યા થશે નહીં.
આંખને ચોળવાનું ટાળવું
જ્યારે આપણે સુઈને ઊઠ્યે છીએ અથવા આંખોમાં ધૂળ જાય છે. તેમાં આપણે આંખોને જોર જોરથી ચોળવા લાગીયે છે. આવું કરવાથી થોડો આરામ મળે છે પરંતુ આંખની અંદર અને બહારની સ્ક્રીનને નુકસાન થાય છે. આપણી આંખોની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે તેને ચોળવાથી ડૅમેજ થાય છે. માત્ર એટલું જ નહીં ચેપ લાગવાનો ખતરો પણ વધી જાય છે. આમ આપણે આંખોને વધારે ચોળવી ન જોઈએ.
Share your comments