Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આ 8 નુસખાઓ તમારા માટે ખુબજ ઉપયોગી છે, છુટકારો મળશે 8 બિમારીઓથી

શુ તમને કોઈ નાની મોટી બીમારીઓ થાય છે જો કોઈ બીમારી થતી હોયતો આ લેખ તમારા માટે છે આજે અમે તમને એવા 8 ઘરેલુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીયે કે જેને કરવાથી આપને નાની મોટી 8 બીમારીઓથી ઘરે જ છુટકારો મેળવી શકાશે તો ચાલો જાણીએ આ આઠ ઘરેલુ ઉપચાર વિશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Health
Health

શુ તમને કોઈ નાની મોટી બીમારીઓ થાય છે જો કોઈ બીમારી થતી હોયતો આ લેખ તમારા માટે છે આજે અમે તમને એવા 8 ઘરેલુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીયે કે જેને કરવાથી આપને નાની મોટી 8 બીમારીઓથી ઘરે જ છુટકારો મેળવી શકાશે તો ચાલો જાણીએ આ આઠ ઘરેલુ ઉપચાર વિશે.

આપણને કોઈ નાની મોટી બીમારી થતી હોય તો ઘણા એવા ઘરેલુ ઉપચાર કરતા હોઇએ છીએ અને જે અસરકારક પણ નિવડે છે આ નુસખાઓ એલોપેથી દવાઓ કરતાં કારગર સાબીત થતા હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. આજે અમે તમને એવા જ બેસ્ટ નુસખાઓ જણાવીશું.

  1. વાળની તમામ પ્રકારની સમસ્યાઓ

  • વાળની સમસ્યાઓ દૂર કરવા માટે 2 લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો અને અડધા કલાક બાદ વાળ ધોઈ લો.
  • આ પ્રયોગ સપ્તાહમાં 3વાર કરવો.
  1. હાથ અને પગમાં કળતર

  • હાથ પગમાં કળતર થાય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકીને મધ મિક્સ કરી ખાઓ. કળતરમાં રાહત મળશે.
  1. માથાનો દુખાવો

  • માથાનો દુખાવો થતો હોય તો એક તમાલપત્ર પીસી તેમાં પાણી મિક્સ કરીને તેનો લેપ માથા પર કરો
  1. શરદી-ઉધરસમાં

  • શરદી-ઉધરસની સમસ્યા હોય તો મીઠાવાળા શેકેલા અજમામાં સહેજ હળદર મિક્સ કરીને રોજ જમ્યા પછી ખાવાથી આરામ મળે છે અને પેટ પણ સારું રહે છે.
  1. ખીલ, ફોડલીની સમસ્યા

  • ચહેરા પર વારંવાર ખીલ, ફોડલીઓ થતી હોય તો કડવા લીમડાના થોડાં પાન લઈને તેને પીસી લો.
  • પછી તેને અડધો કલાક ચહેરા પર લગાવીને રાખો અને પછી ધોઈ લો.
  1. હરસ મસાની સમસ્યા

  • જે લોકોને હરસ મસાની સમસ્યા થાય તો રોજ ત્યાં એલોવેરા જેલ લગાવો અને રોજ હરસની સમસ્યામાં એલોવેરા જ્યૂસ પીવાથી રાહત મળે છે.
  1. છાતી ગળામાં કફની સમસ્યા

  • છાતી અને ગળામાં જામી ગયેલા કફને દૂર કરવા માટે સ્ટીમ બેસ્ટ ઉપાય છે.
  • દિવસમાં 4-5 વખત આ પ્રક્રિયા કરવી જરૂરી છે.
  • તેના માટે એક વાસણમાં ઉકળતું પાણી લઈ તેમાં નીલગિરી તેલના થોડાં ટીપાં અથવા વિક્સ નાખીને ટુવાલથી માથું ઢાંકી 5 મિનિટ સ્ટીમ લેવું.
  1. અંજીરવાળુ દુધ

  • રોજ રાતે 1 ગ્લાસ દૂધમાં 4 અંજીર પલાળી દો. સવારે દૂધ ઉકાળીને પીવાથી શરીરને શક્તિ મળે છે અને લોહી પણ વધે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More