કિવીની ગણતરી કોઈ સુપર ફુડ (Super food)માં કરવામાં આવતી નથી,પણ કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન અને મિનરલ્સ (Vitamins and minerals) હોય છે. જે સ્વાસ્થ માટે ખુબ લાભકારક છે. કિવી વિટામિન C, વિટામિન K, વિટામિન E, ફોલેટ અને પોટેશિયમ જેવા પોષકતત્વો ભરપુર માત્રામાં હોય છે. તો ચાલો જાણીએ કે આહારમાં કિવી લેવાથી કેટલાક વૈજ્ઞાનિક લાભ થાય છે
કેલિફોર્નિયામાં નવેમ્બરથી મે દરમિયાન તથા ન્યુઝીલેન્ડમાં જુનથી ઓક્ટોબર દરમિયાન કિવીનું વાવેતર કરવામાં આવે છે. આ ફળ 50 અલગ અલગ પ્રકારોમાં પણ ઉપલબ્ધ છે.તે સોના જેવા કસ્ટાર્ડથી માંડીને ગુલાબી રંગ સુધીના પલ્પમાં ઉગે છે અને તે દરેકનો ખાસ સ્વાદ અને ઉપયોગ છે.
લોહી ગંઠાઈ જવાની સમસ્યા
- કિવી ફેટ ઘટાડવામાં મદદરૂપ છે.
- કિવી બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં અને લોહી ગંઠાતા રોકવામાં કારગર સાબિત થયુ છે.
- એક રિસર્ચ અનુસાર રોજ બે થી ત્રણ કિવી કુદરતી રીતે લોહી પાતળું રાખવામાં સહાયરૂપ થાય છે. અને હ્રદયને પણ સ્વસ્થ રાખે છે.
- કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવી ઉપયોગી છે.
- તેના નિયમિત સેવનથી શરીરમાં હાનીકારક કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો થાય છે.
પાચન શક્તિ
- કિવિમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પાચનશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
- ફાઇબર સિવાય કિવિમાં પ્રોટીનને અસરકારક રીતે પચાવી શકે તેવા એક્ટિનીડિન એન્ઝાઇમ હોય છે.
- કિવિમાં કિવી રેચક અસર પણ હોય છે, જે સુસ્ત પાચનતંત્રને મદદ કરી શકે છે.
- કિવી નબળા પાચનતંત્રને સુધારવામાં સહાયરૂપ છે.
આંખોની દ્રષ્ટી
- કિવી તમારી આંખોને દ્રષ્ટીહીનતાના પ્રાથમિક કારણ એવા મેક્યુલર ડિજનરેશન સામે રક્ષણ કરવામાં મદદરૂપ બને છે.
- એક સંશોધન મુજબ, દરરોજ ત્રણ કિવીનું સેવન કરવાથી મેક્યુલર ડિજનરેશનમાં 36% સુધીનો ઘટાડો થાય છે.
DNA
- કિવીમાં DNA ખામીની ખામી દુર કરવાના ગુણો રહેલા છે.
- હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ કોચ લ્યુક કોટિન્હોના જણાવ્યા મુજબ, દૈનિક કિવિ ખાવાથી કોલોન કેન્સર થવાની શક્યતામાં ઘટાડો થાય છે.
- મોટાભાગના કેન્સરમાં પણ કિવિ ઘણું ઉપયોગી સાબિત થાય છે.
બ્લડપ્રેશર નિયંત્રણમાં ઉપયોગી
- દરમિયાન 2 થી 3 કિવી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે.
- કિવી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
- 8 અઠવાડિયા સુધી દરરોજ 3 કીવી ખાવાથી ડાયાસ્ટોલિક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટે છે.
- કિવીમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે.
- કિવિમાં રહેલું વિટામિન સી બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.
Share your comments