દુનિયામાં 90 ટકા લોકો એવા છે કે જેમને પથારીમાંથી ઉઠતા વેંત જ ચા પીવા જોઈએ છે. પરંતુ તમે ક્યારેય ગલગોટાની ચા પીધી છે ? જો ના પીધી હોય તો આજથી જ પીવાનું ચાલુ કરી દો કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણ રહેલ છે તો આજે તમને એ જણાવીશુ કે ગલગોટાના ફુલમાં કેવા ઔષધિય ગુણ સમાયેલા છે અને ગલગોટાની ચા પીવાથી શરીરને કેવા ફાયદા થાય છે
ગલગોટાની ચા બનાવીને પીવાથી થતા ફાયદા
- ગેલગોટાના ફૂલોથી બનેલી ચા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.
- તેના નિયમિત સેવનથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
- તે ત્વચાને સ્વસ્થ કરે છે અને ખીલથી છૂટકારો આપે છે.
- જો ત્વચા બળી ગઈ હોય અથવા કોઈ ઘા પડયા હોય, તો આ ચાના સેવનથી ત્વચાના કોષો ઝડપથી સાજા થવા લાગે છે.
- એસપીએફ દ્વારા થતાં નુકસાન પણ તેના સેવનથી સજા થઇ જાય છે.
- તે ત્વચાને વૃદ્ધત્વથી બચાવે છે અને ત્વચા પર થતી ફોલ્લીઓનો ઉપચાર કરે છે.
- ગેલગોટાના ફૂલોમાં હાજર એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો તણાવની અસર ઘટાડે છે.
- તે ટ્યુમર, બળતરા, જાડાપણું, મેટાબોલિક સિન્ડ્રોમ અને ટાઈપ 2 ડાયાબિટીસ વગેરેને પણ નિયંત્રિત કરે છે.
- તેમાં હાજર કમ્પાઉન્ડ તત્વો વિટામિન એ એન્ટીઓકિસડન્ટમાં વધારો કરે છે અને ત્વચાને સ્વસ્થ બનાવે છે.
- જો દાંતમાં દુ:ખાવો થવાની સમસ્યા હોય તો ગલગોટાના ફૂલની ચાને થોડીક ઠંડી કરીને તેના કોગળા કરો. ચાને થોડી વાર મોઢામાં રાખો અને થોડી વાર પછી તેને મોંમાંથી બહાર કાઢો. તેનાથી દાંતના દુખાવામાં રાહત મળશે અને દાંતના ઇન્ફેક્શનથી છૂટકારો મળશે.
- એન્ટિ-સેપ્ટિક ગુણધર્મોને લીધે આ ચાના સેવનથી મોઢાના ચાંદા અને ગળાના દુખાવામાં રાહત મળે છે.
આ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે
Share your comments