જો તમે દૂધ ન પીતા હો અથવા તો તમને દૂધ અથવા તો દૂધની બનાવટોથી કોઈ એલર્જી હોય તો તમારે તમારા રોજિંદા ભોજનમાં રાગીના લોટનો સમાવેશ કરવો જોઈએ.
રાગી એક એવી પ્રોડક્ટ છે કે, જેમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે રાગીના લોટને પીસીને તેને ઘઉંના લોટમાં 7: 3 ના ગુણોત્તરમાં ભેળવીને ઉપયોગમાં લો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય તેને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે. પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને ઘણા બધા પોષકતત્વોથી ભરપૂર આ રાગી તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારે લાભ પહોંચાડે છે.
ફાયદા
- ઓસ્ટીયોપોરોસિસ ના જોખમ સામે રાહત મળે
- રાગીમાં અનાજ કરતાં વધુ કેલ્શિયમ હોય છે. આ કારણોસર તે હાડકાં માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
- નિયમિત રીતે આહારમાં સેવન કરવામાં આવે તો તે શરીરને ઓસ્ટીયોપોરોસિસના જોખમથી બચાવે છે અને દાંતને મજબૂત બનાવે છે.
- જો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધ્યું હોય તો રાગી આ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.
- રાગીમા ભરપૂર માત્રામા ડાયેટરી ફાઇબર અને ફાયટીક એસિડ હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મમદરૂપ થાય છે.
- રાગીનું નિયમિત સેવન તમારા શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે અને ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણમાં લાવે છે.
- રાગીમાં ભરપૂર માત્રામાં આયર્ન સમાવિષ્ટ હોય છે. તેના સેવનને કારણે શરીરમાં લોહી ઝડપથી બને છે અને એનિમિયા જેવી સમસ્યાઓ સામે રાહત મળે છે.
- રાગીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઓકસીડન્ટ સમાવિષ્ટ હોય છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
આજના સમયમાં તણાવ આવવો એકદમ સામાન્ય બની ગયુ છે. આવી સ્થિતિમાં રાગીને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરવો જ જોઇએ.
Share your comments