આપણા રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા અનેક મસાલા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. આયુર્વેદમાં ભારતીય મસાલાને તમામ પ્રકારના ગુણોથી ભરપૂર દર્શાવવામાં આવ્યા છે.જે ગંભીર પ્રકારના રોગનો પણ અંત લાવવામાં મદદ કરી શકે છે. તમાલ પત્ર પણ આ પ્રકારનો મસાલા પૈકી એક છે કે જે હૃદય રોગના જોખમને ઓછું કરે છે. મોટાભાગે વધારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમાલપત્રમાં વિટામી એ અને સી સાથે ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વ રહેલા છે.
તમાલપત્રનું સેવાન કરવાથી અનેક લાભ થાય છે, વિજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમાલ પત્રના સેવનથી ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે. તે યૌગિક રીતે પ્રાપ્ત થાય છે,જે કોલેસ્ટોલને ઓછું કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલનું વધતુ પ્રમાણ હૃદયને લગતી બિમારીનું કારણ બની શકે છે.
ડાયાબિટીસના રોગમાં લાભદાયક
ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે, જે સમયની સાથે વિકસિત થાય છે. તે અનેક પ્રમકારની બિમારીનું કારણ પણ બની શકે છે. જર્નલ ઓફ ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી એન્ડ ન્યૂટ્રીશનમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે 30 દિવસ સુધી દરરોજ 1-3 ગ્રામ તમાલપત્રના સેવનથી બ્લડ પ્રેસ ઓછું કરવામાં મદદ મળે છે. ઈન્સ્યુલિનના સ્તરમાં સુધારો કરવામાં મદદ મળે છે.
હૃદય રોગમાં તલામપત્ર લાભદાય
સ્વાસ્થ્ય બાબતોના નિષ્ણાતોના મતે જે લોકોને હૃદય સંબંધિત રોગો છે તેમણે તમાલપત્રનું સેવન લાભદાયક છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે તમાલપત્રમાં કેફિક એસિડ અને રુટિન જેવા કાર્બનિક તત્વો હોય છે, જે કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે.
Share your comments