બધા જાણે છે કે સામાન્યમાં સામન્ય વ્યક્તિ માટે દૂધ એ જીવનજરૂરીયાતની ચીજ વસ્તુ છે. દૂધ ખાવાથી શરીરને ઘણા બધા વિટામીન મળી રહે છે. શરીરમાં ફીટનેશ રાખવા માટે દુધ મહત્વનો ભાગ ભજવે છે અને જો તમે દૂધ પીતા હોય તો તમારે દૂધ સાથે આ કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવુ જોઈએ. કેટલીક એવી વસ્તુઓ છે કે જેનું દૂધ સાથે સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. આ કોમ્બિનેશનના કારણે તમને ઉલ્ટી, દસ્ત, એલર્જી અને એસીડીટીની સમસ્યા થઇ શકે છે.
દહીં, છાસ જેવી ખાટી વસ્તુ
* દૂધ સાથે ક્યારે પણ દહીં, છાસ અથવા ખાટી વસ્તુનું સેવન ન કરવું જોઈએ.
* એવું કરવાથી ગેસ, પેટમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.
* જો તમારે આ બંને વસ્તુ ખાવી છે તો ઓછામાં ઓછા એક કલાકનું અંતર રાખો.
* જો કોઈ પાર્ટીમાં ગયા છો અને ત્યાં રાયતું ખાધું છે અને ખીર પણ હાજર છે તો એમાંથી કોઈ એકનું સેવન કરો.
કેળાનું સેવન
લોકો સામાન્ય રીતે શરીરનો વજન વધારવા માટે દૂધ સાથે કેળાનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ દૂધ સાથે કેળા ડાયજેસ્ટ થવામાં સમય લાગે છે, જેના કારણે ઉલ્ટી કરવાનું મન થાય છે અને પાચનમાં પરેશાની થાય છે. એવામાં જયારે તમે એનું બનાવેલું શેક પીવો છો તો પાચન માટે થોડું તજ અથવા જાયફળ પાઉડરનો ઉપયોગ કરો.
માસ-માછલી સાથે દૂધનું સેવન ન કરો
ઘણા લોકો માછલી અથવા માસ ખાતી સમયે દૂધનું સેવન કરે છે. આ દૂધ પીવાની સૌથી ખરાબ રીત છે. એવું કરવાથી તમારા પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. જેના કારણે એસીડીટી, કબ્જ, ડસ્ટ જેવી સમસ્યા વધી જાય છે. મોટે તમારે આવી બીમારીથી બચવું હોય તો દૂધની સાથે ક્યારેય પણ માસ-માછલી ન ખાવી જોઈએ.
ખાટા ફાળો સાથે દૂધનું સેવન ન કરો
* દૂધ સાથે ખાટા ફાળોનું સેવન નહીં કરવું જોઈએ.
* આ સેહત માટે ખુબ નુકસાનકારક હોય છે.
* ખાટા ફાળોમાં વિટામિન સી અને સિટ્રિક એસિડ હોય છે, જે દૂધ સાથે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
જો તમારે તમારુ સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો દૂધ સાથેના આવા કોમ્બિનેશનથી બચવું જોઈએ
Share your comments