Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ઋતુ બદલાતા ગળામાં ખીચખીચ થાય છે? તો આ રહ્યો ઘરેલુ ઉપચાર

અત્યારે ઋતુ બદલવાની શરૂઆત થઇ ચૂકી છે. પરિણામે અનેક લોકોના ગળામાં દુઃખાવો થઈ રહ્યો છે. ગાળામાં હળવો સોજો પણ આવી જાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor

અત્યારે ઋતુ બદલવાની શરૂઆત થઇ ચૂકી છે. પરિણામે અનેક લોકોના ગળામાં દુઃખાવો થઈ રહ્યો છે. ગાળામાં હળવો સોજો પણ આવી જાય છે. હાલ કોરોના મહામારીમાં થોડીક ઉધરસ પણ હોય તો ભયનો માહોલ સર્જાય જાય છે. આવી સ્થિતિમાં તમે સરળ અને અસરકારક ઘરેલું ઉપચારથી રાહત મેળવી શકો છો.

હળદરવાળું દૂધ

દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી ગળાના દુ:ખાવામાં ખૂબ રાહત છે. તેનાથી આરામ મળે છે. હળદરનાં દૂધમાં કુદરતી એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે. જે શરીર માટે ખુબજ સારા સાબિત થાય છે

મીઠા અને નવશેકા પાણીના કોગળા

ગળામાં દુ:ખાવો થતો હોય તો મીઠાવાળા હુંફાળા પાણીમાં કોગળા કરવાની ખૂબ જૂની પદ્ધતિ છે. મીઠામાં એન્ટી બેક્ટિરિયલ ગુણ હોય છે. જે ગળાની તકલીફને દૂર કરે છે. તે માટે તમારે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું ભેળવો અને દિવસમાં 3થી 4 વખત કોગળા કરવાથી ગળામાં થોડી રાહત થશે.

એપલ વિનેગર

ગળામાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયાનો ખાત્મો કરવા માટે એપલ વિનેગર પણ ફાયદાકારક નીવડી શકે છે. એક ચમચી વિનેગર અને હર્બલ ટીમાં ભેળવી પીવાથી અને એક ચમચી વિનેગરને પાણીમાં ભેળવી કોગળા કરવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

મધનો ઉપયોગ

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને લીંબુનો રસ ભેળવી દિવસમાં ત્રણ વખત પીવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે. સામાન્ય રીતે મધ હ્યુપેરટોનિક ઓસ્મોટિક હાઈપરોનિક ઓસમાટીક જેવું હોય છે. જે ગળાના સોજા અને દુઃખાવો દૂર કરે છે

હર્બલ ચા

એક ગ્લાસ દૂધમાં એક ટુકડો હળદર, તજ, લિકોરિસને 10 મિનિટ સુધી ઉકાળો અને પાણીને દિવસમાં 3થી 4 વખત પીવો. રાહત મળશે.

Related Topics

Health Khich Khich monsoon

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More