તમને બધાને તજના લાકડા વિશે થોડી ઘણી તો જાણકારી હશે જ જેનો ઉપયોગ રસોડામાં ભોજનમાં ભોજન બનાવીએ ત્યારે ભોજનમાં એટલેક દાળ શાકમાં સ્વાદ લાવવા માટે ઉપોગ થાય છે. તમને જણાવી દઈએ કે તેનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો સીમિત નથી તજનું લાકડુ એ એક પ્રકારનુ ઔષધી પણ છે. જે તમારા શરીરમાં રહેલી ઘણી બધી બીમારીઓ દૂર કરીને તમને તંદુરસ્ત બનાવવા માટે કામ કરે છે. તેનાથી તમે પગની એડિથી લઈને માથાની ચોટી સુધીની બધી જ સમસ્યાઓ દૂર કરી શકો છો. વળી તેની કોઈ આડઅસર પણ નથી. તો ચાલો આજે તમને જણાવીએ કે તજનુ લાકડુ શરીર માટે કેવી રીતે ઉપયોગી છે.
હવે તમને વિચાર આવતો હશે કે તજનું સેવન કેવી રીતે કરવું? તો તમને જણાવી દઈએ કે તજને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવીને પી શકો છો અથવા દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો. તેનાથી તમારી મોટાભાગની બીમારીઓ છૂમંતર થઈ જશે અને તમને કોઈ આડઅસર પણ થશે નહીં. એક વસ્તુનું ધ્યાન રાખજો કે તજનું સેવન કરવું જોઈએ.
તજના લાકડાનું સેવન કરવાથી આ રોગો સામે રક્ષણ મળી શકે છે
=> જો તમને વારંવાર માથાનો દુઃખાવો, આઘાશિશી ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે તજની ચા પી શકો છો. આ સિવાય તમે તજનો લેપ બનાવીને તેને માથા પર લગાવી શકો છો.તેનાથી તમને માનસિક શાંતિ મળશે.
=> જો તમે ડાયાબીટીસ જેવા ગંભીર રોગનો સામનો કરી રહ્યા છો તો તમારે ભોજનમાં તજમો સમાવેશ કરવો જોઈએ. હકીકતમાં તજમાં એવા ગુણો મળી આવે છે કે ગ્લુકોઝ લેવલ ઓછું કરે છે અને ઇન્સ્યુલીન લેવલ વધારે છે. જે ડાયાબીટીસ ને કાબૂમાં કરવા માટે કામ કરે છે.
=> જો તમે હાર્ટ સાથે જોડાયેલ રોગનો સામનો કરી રહ્યા છો તો તમારે તજનું સેવન કરવું જોઈએ. કારણ કે તજમાં એવા ગુણો મળી આવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરે છે. જેનાથી હાર્ટ સાથે જોડાયેલ રોગો જેવા કે હાર્ટ એટેક, હાર્ટ સ્ટોક વગેરેનો સામનો કરવો પડતો નથી.
=> જો તમે દાંત માં દુઃખાવો અનુભવી રહ્યા છો અથવા દાંતમાં કીડા પડ્યા છે તો તમે તજનો ઉપયોગ કરી શકો છો.
=> જો તમે દરરોજ તજનું સેવન કરો છો તો તેમાં મળી આવતું ફાઈબર પેટના રોગોને દૂર કરવા માટે કામ કરે છે. હકીકતમાં તેનું બહુ જલદી પાચન થઇ જાય છે. જેનાથી તમને એસિડિટી, કબજિયાત, ગેસ, અપચો જેવા રોગો થઇ શકતા નથી.
Share your comments