વર્ષો પહેલા માટલાનુ પાણી પીવાનુ ખૂબ જ ચલણ હતુ, પાણી સ્ટોર કરવા માટે પહેલા માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો જેના કારણે પ્રાકૃતિક રૂપથી પાણી ઠંડુ રહેતુ હતુ અને સ્વાસ્થ્ય માટે આ પાણી ખૂબ જ ફાયદાકારક હતુ.
ગરમીની શરૂઆત થતા જ યાદ આવે છે માટલાનું પાણી
માટલાનુ પાણી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે, તેનુ પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે. તમને જણાવી દઈએ કે ગરમીની સિઝન આવતા જ માટલાનું મહત્ત્વ વધી જાય છે. તેનું પાણી પીવામાં જેટલું ઠંડું હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. માટલાનું પાણી શરીરના પીએચ લેવલને બેલેન્સ કરે છે અને તેનું પાણી પીવાથી માટીના નેચરલ મિનરલ શરીરમાં પહોંચે છે.
ફ્રિજનું પાણી છે હાનિકારક
ઉલ્લેખનીય છે કે ફ્રિજના પાણીમાં એક પ્રકારનો ગેસ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તે ગેસ ફ્રિજમાં રાખવામાં આવેલા સફેદ પદાર્થોને વધુ નુકસાન કરે છે, તેની અસરથી અલ્કલાઈટ્સ નાશ પામે છે. ફ્રિજનું પાણી પીવાથી તરસ પણ છીપાતી નથી. ફિલ્ટર્ડ વોટરથી માટલામાં નેચરલ ઓક્સિજન ફિલ્ટર થઈ જાય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક થઈ જાય છે..
ઉનાળામાં માટલાનું પાણી પીવું છે જરૂરી
માટલાનું પાણી પીવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યા થતી નથી, જ્યારે ફ્રિજનું પાણી પીવાથી ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય છે અને માટલાનું પાણી શરીરને સ્વસ્થ રાખે છે. માટલાનું પાણી પીવાથી વારંવાર તરસ નથી લાગતી. આ પાણી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય રાખે છે. માટલાનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ પણ બહાર નીકળે છે.
શરીરમાં ક્ષારતા વધે
માટલાનું પાણી પીવાથી શરીરમાં ક્ષારતા વધે છે, જેનાથી મોંમાંથી ગંધ નથી આવતી. તે પાણી જ્યારે પેટમાં જાય છે તો પાચન સાથે સંબંધિત સમસ્યા દૂર થાય છે. અલ્કલાઈન વોટર હોર્મોન્સને સંતુલિત કરે છે. વધતી ઉંમરની અસર ઓછી કરે છે. વજન નથી વધતું. શરીરના ઝેરી તત્ત્વો બહાર નીકાળે છે. ત્વચા સારી રાખે છે.
ગળાને રાખે તંદુરસ્ત
માટલાનુ પાણી આપણા ગળાને સ્વસ્થ રાખે છે. શરદી, ખાંસી અને અસ્થમાથી પિડીત લોકોએ માટલાનુ પાણી જ પીવુ જ જોઈએ. તેનુ પાણી પીવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યા થતી નથી
ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે ઉત્તમ
ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે પણ માટલાનું પાણી ખૂબ સ્વાસ્થયવર્ધક સાબિત થાય છે.
હાનિકારક રસાયણ નહી
પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને પીવાથી BPA જેવા ઝેરીલા રસાયણ આપણા શરીરમાં જાય છે પરંતુ માટલાનુ પાણી પીવાથી કોઈ હાનિકારક રસાયણ શરીરમાં જતા નથી
શરીર માટે ફાયદાકારક
વાસણ બનાવવા માટે માટી વપરાય છે તેમાં ખનીજ અને એનર્જી હોય છે જેથી તેમાં ભરેલુ પાણી પીવાથી શરીને ફાયદો થાય છે.
પાચન સારું કરે છે
જે વ્યક્તિઓને પાચનની સમસ્યા હોય તે વ્યક્તિઓએ માટલાનુ પાણી પીવુ જોઇએ જેનથી તેની પાચનની સમસ્યા દૂર થઈ જાય છે.
આ પણ વાંચો : કાળી દ્રાક્ષના ફાયદા: કાળી દ્રાક્ષનું સેવન કરો છે અનેક રીતે ફાયદાકારક
આ પણ વાંચો : Health Tips : ગરમીમાં શેરડીનો રસ પીવાથી થશે આ ગુણકારી ફાયદાઓ
Share your comments