Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

હવે રેલવેના પ્રવાસ દરમ્યાન મળશે સ્વાદિષ્ટ અને પોષણયુક્ત આહાર, ભારતીય રેલવેની અનોખી પહેલ

જો ટ્રેનનું ખાવાનું ખાઈને કંટાળ્યા છો તો ભારતીય રેલ્વે લઈને આવ્યું છે આપના માટે અનોખી યોજના.. જેમાં આબાલવૃદ્ધો જે જે સ્થળની પ્રખ્યાત અને પોષણયુક્ત વાનગીઓ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ઓર્ડર કરી શકશે અને સફર દરમ્યાન ખાઈ શકશે. અને વિશેષ બાબત એ છે કે તેના માટે કોઈ પણ વધારાનો ચાર્જ પણ નહી આપવો પડે. ભારતીય રેલ્વે મંત્રાલયે આ બાબતે આયઆરસીટીસીને પણ આવશ્યક નિર્દેશ આપ્યા છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા રહેશો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. વાસ્તવમાં, હવે રેલવેએ પ્રવાસ દરમિયાન મુસાફરોને ઘણી સારી સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયની આ જાહેરાત બાદ રેલ્વે યાત્રીઓને તેમની પસંદગીની લોકલ ફૂડ અને પ્રાદેશિક વાનગીઓ પીરસવામાં આવશે.

આ માટે ભારતીય રેલવેએ સબસિડિયરી કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને પણ સૂચના આપી છે. આ સિવાય રેલ્વે મંત્રાલયે IRCTCને લોકોની સુવિધા માટે અન્ય ઘણા ફેરફારો કરવાની મંજૂરી આપી છે, જેથી મુસાફરોને સારું અને આરોગ્યપ્રદ ભોજન મળી શકે. અવારનવાર રેલવેના ફૂડને લઈને અનેક પ્રકારની ફરિયાદો આવતી રહે છે. જેના માટે રેલવે મંત્રાલયે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આવો જાણીએ રેલ્વેના આ બદલાવ વિશે.

વૃદ્ધ બાળકોને વિશેષ ભોજન મળશે

રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે હવેથી દરેકને મુસાફરી દરમિયાન સરખો ખોરાક આપવામાં આવશે નહીં. તેના બદલે હવેથી વૃદ્ધો અને બાળકો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. જેમ કે બેબી ફૂડ, બાજરી આધારિત સ્થાનિક ઉત્પાદનો સહિત હેલ્ધી ફૂડ વગેરે બાળકોને આપવામાં આવશે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર ફ્રી ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. મુસાફરી દરમિયાન ખાદ્યપદાર્થોનું બ્લેક માર્કેટિંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

આ ટ્રેનોમાં ઉપલબ્ધ થશે સુવિધાઓ

જે ટ્રેનોમાં કેટરિંગ ચાર્જ પેસેન્જર ભાડું વસૂલવામાં આવે છે, તે મુસાફરો માટેનું મેનૂ IRCTC હેઠળ પૂર્વ-સૂચિત ટેરિફ અનુસાર નક્કી કરવામાં આવશે. આ સિવાય આ ટ્રેનોમાં MRP પર સ્વાદિષ્ટ અને બ્રાન્ડેડ ખાદ્યપદાર્થો પણ વેચવામાં આવશે. આ તમામ મેનુ અને ટેરિફ IRCTC દ્વારા તૈયાર કરવામાં આવશે.

વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં

હવે કેટલાક લોકો વિચારતા હશે કે જો રેલ્વે મુસાફરોને આટલી બધી સુવિધાઓ આપી રહી છે તો શું આના માટે તેમને વધુ પૈસા ચૂકવવા પડશે? પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ મોટી સુવિધાઓ માટે તમારે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. અગાઉના ખાદ્યપદાર્થોના દરોની સૂચિ એ જ રહેશે, કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

આ પણ વાંચો: ઓછા ખર્ચે આ પશુનો ઉછેર કરીને ખેડૂતો બની શકે છે સમૃદ્ધ, સરકાર આપી રહી છે 50% સબસિડી

Related Topics

#INDIA #RAIL #railway #food #IRCTC

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More