Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આ રીતે સફેદ વાળને કુદરતી રીતે કાળા કરો ચોક્કસ ફાયદો થશે

સફેદ વાળને કાળા વાળ કુદરતી રીતે કઈ રીતે કરવા તેના વિશે ટ્રીપ આપીશુ જે ખુબજ ફઆયદા કારક છે. પોતાની જાતે જ ઘરે આ સમસ્યાથી છુટકારો મેળવી શેકાય છે બ

Sukhadev Thakor
Sukhadev Thakor

ઘણા લોકોને નાની ઉંમરમાં જ સફેદ વાળ આવી જતા હોય છે તેમના માટે આજે તમને સફેદ વાળને કાળા વાળ કુદરતી રીતે કઈ રીતે કરવા તેના વિશે ટ્રીપ આપીશુ જે ખુબજ ફઆયદા કારક છે. પોતાની જાતે જ ઘરે આ સમસ્યાથી છુટકારો મેળવી શેકાય છે બસ તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવાની જરૂર છે. જો સ્ટેપ બાય સ્ટેત આપ ફોલો કરશો તો તમને ચોક્સ ફાયદો થશે.

નાની ઉમરમાં જ ધોળા વાળની સમસ્યા

21 મી સદી એટલે આધુનિક યુગ અને સમયની સાથે રહીને જીવવા વાળી પ્રજા. આજના આ  ઝડપી જીવનમાં 10 જણમાંથી 8 લોકોને અકાળે વાળ સફેદ થવાની સમસ્યા સતાવી રહી છે. આજના આ યુગમાં બધાને યુવાન દેખાવુ ગમે છે લોકોની ઉંમર વાળ ઉપરથી સરળતાથી ખબર પડી જતી હોય છે અને યુવાન દેખાવા માટે આજનો યુવાન પોતાના વાળને કાળા રાખવા માટે અનેક પ્રકારના કેમીકલ વાળા રંગનો ઉપયોગ કરી રહ્યો છે. બધાને પોતાના વાળને કાળા રાખવા ખુબજ ગમે છે. જો કે આજના જમાનામાં ખુબજ નાની ઉમરમાં ધોળા વાળ થઈ જવા એ સામન્ય બાબત છે જો તમારા નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા છે તો આજે તમને અહીં થોડા ઉપાય જણાવીશુ જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાથી તમે ધોળા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

કુદરતી રીતે વાળને કાળા કરવાની રીત

  1. એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.
  2. આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં નથી.
  3. વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ નથી થતાં અને સફેદ વાળ કાળા થઈ જાય છે.
  4. દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે.
  1. ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.
  2. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.
  3. બે ચમચી મહેંદી પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, 3 ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને 3 ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી અને ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લેવું. આ પ્રયોગ કરવાથી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થઈ જશે.

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. કૃષિ જાગરણ ગુજરાતી તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More