જેમ-જેમ ઋતુ બદલાય છે તેમ તેમ તે ઋતુને અનુકૂળ ફળોનું આગમન પણ થતુ હોય છે, ઉનાળાની ઋતુમાં ગરમીને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે તો આવા સખત તાપમાં શરીરની રક્ષા માટે શક્કર ટેટી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તો આજના લેખમાં અમે તમને જણાવીશું શક્કર ટેટીના અદ્ભુત ફાયદા.
પાણીનું પ્રમાણ વધારે હોય છે
ગરમીની સીઝનમાં આવતી શક્કર ટેટી ખાવાના ઘણા ફાયદા છે, શક્કર ટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે. આમાં 95 ટકા પાણી રહેલું છે. આના સિવાય આનુ 100 ગ્રામ સેવન કરીશું તો તેમાંથી 0.8 ગ્રામ પ્રોટીન મળશે. આમાં રહેલું પોટૅશિયમ તણાવને દૂર કરે છે.
અનેક રોગોમાં ઉપયોગી
- તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે.
- કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત કરો સેવન
- આંખો માટે ખૂબ સારી છે શક્કર ટેટી
- વજન ઘટાડવામાં પણ ફાયદાકારક
- ચામડીને ચમકદાર બનાવવા મહત્વપૂર્ણ
- વાગેલાના ઘા પર જલ્દી રૂઝ લાવે છે.
આ પણ વાંચો : શરીરને ભરપૂર પોષકતત્ત્વો આપતું હલકાં ધાન્ય એટલે- નાગલી
શક્કરટેટી મોટાભાગના લોકો ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાશે.
ગરમીની સિઝનમાં રોજ એક ડિશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે.
ગરમીની મોસમમાં આપણાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.
ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમસ કોપર, ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.
જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન થઇ શકે છે. શક્કર ટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે. આમાં 95 ટકા પાણી રહે છે. આને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઇએ, કારણ કે ડાયેરિયા થઇ શકે છે.
સવારે ખાલી પેટ શક્કર ટેટી ખાવી નહીં, કારણ કે તે પેટમાં પિત્ત વધારીને એસિડિટી કરી શકે છે.
ટેટીમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે. કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન કરવું જોઇએ.
ટેટીમાંથી બીટા કેરોટીન મળી રહે છે. જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખના રોગોથી પણ બચાવે છે.
આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે, અને કેલરી વધારે રહેતી નથી. સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.
ટેટીને એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન Cનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. સ્કિનને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામીન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે, જે વાગેલાના ઘા પર જલ્દી રૂઝ લાવે છે.
આ પણ વાંચો : લીંબુનો ભાવ 400ની નજીક પહોંચ્યો ,લીંબુની જગ્યાએ કરો આ વસ્તુઓનું સેવન
હૃદય રોગ અને હૃદયને લગતી બીમારીઓ સામે લડવામાં શક્કર ટેટી ફાયદાકારક છે.
શક્કર ટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પાચનની સમસ્યા છે, તો શક્કર ટેટી ખાઓ. શક્કર ટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે.
શક્કર ટેટીમાં વિટામિન Bની માત્રા રહેલી છે, જે શરીરમાં ઉર્જાના નિર્માણમાં સહાયક બને છે. શુગર અને કાર્બોહાઇડ્રેડનું લેવલ જાળવી રાખવા માટે આ ફળ શરીરની ઉર્જામાં વધારો કરે છે.
શક્કર ટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ થાય છે, જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે.
ટેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે, સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે, આ સિવાય તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : તપાવી મૂકે તેવી ગરમીમાં છાશ પીવી છે ફાયદાકારક, અહીં જાણો તેના ફાયદા
આ પણ વાંચો : Summer Fruits : ગરમીમાં આ 6 ફળોનું કરો સેવન, વજન ઘટાડવામાં પણ છે લાભદાયી
Share your comments