અલ્સરેટિવ કોલાઇટિસ (આંતરડાના ચાંદા) એ એક એવો રોગ છે કે જેમાં દર્દીના આંતરડાની અંદર સોજો આવે છે અને ચાંદી પડે છે, જે સમગ્ર પાચનતંત્રને અસર કરે છે. આ રોગ સમય સાથે વધે છે અને લાંબી અવધિની બીમારી માં પરિણમે છે. સમય જતા તેને લગતી તકલીફો અને લક્ષણો વધુ ખરાબ થવા લાગે છે. જો યોગ્ય સમયે આ તકલીફની તકેદારી પૂર્વક જરૂરી સારવાર કરવામાં ન આવે તો અલ્સરેટિવ કોલાઇટિસના ગંભીર કિસ્સાઓ જીવલેણ હોઈ શકે છે.
અલ્સરેટિવ કોલેટીસના કારણો
- આ રોગની ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
- માનસિક તનાવ, આઘાત કે ચિતાં જેવા પરિબળો આ રોગ થવાનું મુખ્ય કારણ હોય તેવું ઘણા દર્દીમાં જોવા મળ્યું છે.
- અયોગ્ય આહાર અને જીવનશૈલી લક્ષણોમાં વધારો કરી શકે છે.
આ રોગ માટેના કેટલાક સંભવિત કારણોમાં સમાવેશ થાય છે
- શરીરના રોગપ્રતિકારક તંત્રની અયોગ્ય કાર્યવાહી (autoimmune cause)
- આનુવંશિક (Genetic) પરિબળો અને વારસાગત કારણો પણ કેટલાક કિસ્સાઓમાં જવાબદાર હોઈ શકે છે.
- વૃદ્ધાવસ્થા અને વારસાગત પરિબળો ધરાવતા લોકોમાં આ રોગ થવાનું ઝોખમ વધારે હોય છે.
અલ્સરેટિવ કોલાઇટિસના લક્ષણો
- ઝાડા માં લોહી પડવું
- મળમાર્ગ ના ભાગે દુખાવો થવો
- વજનમાં ઘટાડો
- પેટના ભાગમાં દુખાવો કે ચૂંક આવવી
- તાવ-કળતર-થાક લાગવો
- વારંવાર કે તાત્કાલિક ઝાડા માટે જવું પડે
- વારંવાર જવા છતાયે પેટ સાફ ના આવવું
તમે અલ્સરેટિવ કોલાઇટિસ કેવી રીતે અટકાવી શકો છો?
- અલ્સરેટિવ કોલાઇટિસને અટકાવી શકાતું નથી કારણ કે તે માટેનું ચોક્કસ કારણ અજાણ છે. જો કે, અમુક તકેદારી રાખવાથી રોગના લક્ષણોનું નિયંત્રણ કરી શકાય છે.
આહાર પરિવર્તન
- ડેરી ઉત્પાદનો, દાળ, બ્રોકોલી, કોબી અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેના બદલે, રેસાવાળા ખોરાકમાં વધારો કરવો જ જોઇએ.
વ્યાયામ
- હળવા વ્યાયામ કે કસરત જેવી પ્રવૃત્તિઓ ઘણી ફાયદાકારક નીવડે છે.
- તણાવ ટાળો
- પુષ્કળ પ્રવાહી પીવું
અલ્સરેટિવ કોલેટીસ મેનેજિંગમાં હોમિયોપેથીની ભૂમિકા
હોમીયોપેથી સારવાર કુદરતી અભિગમને અનુસરે છે, જેથી કોઈ રોગને આડઅસર વગર મૂળમાંથી મટાડી શકે છે. હોમીયોપેથી માત્ર લક્ષણોની કે રોગની સારવાર કરતું નથી,પરંતુ તે લક્ષણો માટેના મૂળ કારણ અને સાથે થતી બીજી તકલીફોને પણ ઉપચારમાં ધ્યાનમાં લે છે. હોમિયોપેથિક ઉપચાર શરીરની રોગપ્રતિકારક તંત્રની એકંદર સ્થિતિને મોટા પ્રમાણમાં ઉત્તેજિત કરે છે. જે રોગને મૂળમાંથી મટાડે છે, જેથી દર્દી ને જીવનભર દવા લેવાની જરૂર પડતી નથી.
આ પણ વાંચો - જો તમારા ફેફસાને મજબૂત રાખવા હોય તો ક્યારેય ના કરતા આ પાંચ વસ્તુનુ સેવન
Share your comments